BANASKANTHAPALANPUR

ભૂતેડી ખાતે આંગણવાડી કાર્યકર્તા બહેનો દ્વારા અન્ન (મીલેટ્સ) વાનગી સ્પર્ધા યોજાઇ

9 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર

ભૂતેડી આંગણવાડી ત્રણ ખાતે ભૂતેડી સેજા એક કક્ષા ની અન્ન (મિલેટ્સ ) વાનગી સ્પર્ધા યોજાઇ હતી જેમાં ભૂતેડી સેજાં ની ૨૫ જેટલી આંગણવાડી કાર્યકર્તા બહેનો એ આ સ્પર્ધા માં ભાગ લીધો હતો ને આંગણવાડી કાર્યકર્તા બહેનો પોતાના ઘરેથી બાળકોને પોસ્ટિક આહાર મળી રહે તેવા ધાન્યો બાજરી જુવાર અને રાહી જેવા અનાજ માંથી વિવિધ વાનગીઓ બનાવી સ્પર્ધામાં જોડાઈ હતી ને વાનગીઓ આમંત્રિત મહેમાનો દ્વારા વાનગીઓ ની ગુવત્તા અને સ્વાદ ની ચકાસણી કરી સારી અને પોષ્ટીક આહાર વાળી ત્રણ વાનગીઓ ની પસંદગી કરવામાં આવી હતી ને આ વાનગી બનાવી લાવનાર ત્રણ કાર્યકર બહેનો ને આઈ સી ડી એસ મહિલા અને બાળ વિકાસ વિભાગ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર નું પ્રમાણપત્ર પૂર્વ સરપંચ રમેશ ભાઈ રાતડા પૂર્વ સરપંચ મહેશ ભાઈ પ્રજાપતિ આંગણવાડી સેજાના ડાહી બેન જાસકિયા અને ભૂતેડી પી એચ સી નાં પ્રજ્ઞા બેન દ્વારા આપી સન્માન કરવામાં આવ્યું હતું ને આંગણવાડી બહેનોને આંગણવાડી માં આવતા બાળકોને આવા પોસ્ટીક આહાર મળે તે માટે વાલીઓ અને સગર્ભા બહેનો પણ પોતાના ઘરે આવી વાનગીઓ બનાવે અને ભૂતેડી સેજા નાં બાળકો કુપોષિત મુક્ત બને તેમાટે તેમને માર્ગદર્શન પૂરું પાડવા માં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button