
12 જૂન
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આજરોજ આનંદનગર પ્રાથમિક શાળા થરાદ 3 ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2023 નો કાર્યક્રમ યોજવામાં આવ્યો. થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પાંચાભાઈ માળી ના અધ્યક્ષ સ્થાને યોજાયો. આં કાર્યક્રમના થરાદ સી.આર.સી અરૂણભાઇ ચૌધરી થરાદ તાલુકા ઘટક સંઘના પ્રમુખ શિવરામ ભાઈ પટેલ તથા પ્રાથમિક શિક્ષક સરાફી મંડળના ચેરમેન શ્રી વિહાજી રાજપૂત તથા પૂર્વ કોર્પોરેટર શ્રી જેહા ભાઈ હડીયલ તેમજ દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા શાળામાં 14 બાળકોએ ધોરણ 1 માં તેમજ બાળવાટિકા માં 25 બાળકોએ પ્રવેશ મેળવ્યો. આં કાર્યક્રમના દાતાઓ તેમજ વડીલો તથા શાળાના ધોરણ 3 થી 8 ના પ્રવેશ ના પ્રથમ ક્રમે ઉતીર્ણ થયેલ વિધાર્થીઓ તેમજ આં શાળામાં અભ્યાસ કરી ઉજ્વળ કારર્દિદી બનાવનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું.
મુખ્ય મહેમાન હસ્તે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે દાતાશ્રી દિનેશભાઈ બારોટ દ્વારા શાળાના 750 બાળકોને મોહન થાળ પૂરી શાક દાળભાત નુ પ્રિતી ભોજન આપવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ નું સુંદર આયોજન કરવા બદલ ચીફ ઓફિસર તથા શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી એમ કે મણવર તથા શાળા પરિવારનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ







