




વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી
સરકાર જાહેરમાં શૌચ ન જવા માટે સ્વચ્છતા અભિયાન ચલાવે છે, ત્યારે શૌચાલયની સફાઇ જરૂરી.
બનાસકાંઠા: લાખણી બજારમાં જાહેર શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય થઇ ગયું છે. લાખણી બજારમાં જાહેર શૌચાલય બનાવવામાં આવેલું છે પણ છેલ્લા આ એક-બે મહિનાથી તેની સફાઈ કરવામાં આવી નથી.લાખણી બજારમાં સંખ્યાબંધ લોકો બજારમાં પોતાના કામ અર્થે આવતા હોય છે. જ્યારે શૌચ ક્રિયા માટે જાહેર શૌચાલયમાં જવા માટે ગંદકીના કારણે અંદર જઇ શકતા નથી. શૌચાલયની અંદર અને બહારના ભાગમાં ચારેય બાજુ ગંદકીના ઢેર વિદેશી દારૂની બોટલ જોવા મળે છે. આ સમસ્યા એ બે મહિનાથી જોવા મળી રહી છે. અરજદારોએ શૌચાલય અંગેની અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાનમાં લેવા તૈયાર નથી.
બજારમાં આવતા લોકો ખુલ્લામાં શૌચ કરવા જાય છે.
શૌચાલયમાં ગંદગી હોવાથી નાછૂટકે ખુલ્લામાં શૌચ કરવા જાય છે. સરકારના સતત પ્રયાસ ચાલી રહ્યા છે કે, ખુલ્લામાં શૌચ ક્રિયા કરવી નહીં, તેમ છતાં જાહેર શૌચાલય સફાઈના અભાવે લોકો મજબુર બન્યા છે. જવાબદાર તંત્ર આ જાહેર શૌચાલય સફાઈ કરવામાં આવે તેને સ્વચ્છ રાખવામાં આવે લોક માંગ ઉઠી છે.
સફાઈના અભાવે શૈચાલયમાં જઇ શકતા નથી.







