
વાત્સલ્યમ્ સમાચાર
રણછોડસિંહ એસ ચૌહાણ વાવ
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583
કમોસમી માવઠાથી ખેડુતોને પાકમાં મોટાપાયે નુકસાન થતાં ભારતીય કિસાન સંઘ વાવ તાલુકા દ્રારા વાવ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી
વાવ તાલુકાના સરહદી વિસ્તારમાં કમોસમી માવઠાથી ખેડુતોને પાકમાં મોટાપાયે નુકસાન થયું છે ત્યારે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા વાવ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
બનાસકાંઠા જિલ્લાના વાવા સુઈગામ વિસ્તારમાં શિળાયુ સિઝનમાં કમોસમી માવઠાથી ખેડુતોને પાકમાં મોટાપાયે નુકસાન થયું છે ત્યારે આજે ભારતીય કિશાન સંઘ દ્વારા વાવ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં કમોસમી માવઠાથી થયેલ નુકસાન જેમાં વાવ સુઈગામ વિસ્તારમાં જીરું ઈસ્બગુલ રાયડુ ઘઉં અને એરંડા જેવા પાકોને ભારે નુક્સાન થયું છે ત્યારે વહેલી તકે નુકસાન થયેલ વિસ્તારમાં સર્વે કરવામાં આવે અને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે જે વાવ વિસ્તારમાં શિળાયુ સિઝનમાં કમોસમી માવઠાથી ખેડુતોને પાકમાં મોટાપાયે નુકસાન થયેલ છે ત્યારે ક્રુષી સહાય આપવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી







