BANASKANTHAKANKREJ

કાંકરેજ રેશન શોપ એશોસિયન દ્વારા મામલતદારને આવેદપત્ર આપવામા આવ્યું

રેશનશોપ ડીલરો ની વિવિધ માંગો નહી સ્વીકારાતા સપ્ટેમ્બરથી અનાજ વિતરણ વ્યવસ્થા થી અળગા રહેશે.

કાંકરેજ રેશન શોપ એશોસિયન દ્વારા ૯૦ ડીલરો પૈકી ૫૦ દુકાનદારો સાથે વિવિધ માગણીઓ અંતર્ગત કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ગુજરાત ના બંન્ને રેશન શોપ એશોસિયન ના પ્રમુખ મહિપતસિંહ ગોહિલ અને ગુજરાત રેશનશોપ કેરોસીન લાયસન્સ એસો.ના પ્રમુખ પ્રહલાદભાઈ મોદી ના માર્ગદર્શન હેઠળ રાજ્યભરના ૧૭૦૦૦ રેશન ડીલરો ની સરકાર સમક્ષ રજુઆતો કરવા છતા કોઈ ઉકેલ નહિ આવતા સપ્ટેમ્બરથી અનાજ વિતરણ વ્યવસ્થા થી અળગા રહેશે રાજ્યભરમાં સમયસર પુરવઠો પહોંચતો નથી : ગોડાઉનેથી શોપ સુધી ડિલરો ભાડુ ભોગવે છે.!રાજ્યભરના ૧૭૦૦૦ રેશન ડીલરો પોતાના ખર્ચે ગોડાઉનથી માલ દુકાને લઈ જાય છે. મહિનાના અંતે માલ આવે તો ગ્રાહકોને સમયસર માલ મળતો નથી, નેટ કનેકટીવીટીમા ધાંધિયા હોય છે. અગાઉ ૨૦,૦૦૦ પગાર આપવા તેમજ કટ્ટાદીઠ ૧થી૨ કીલોની ઘટ પુરી કરવા સહિતના પ્રશ્નો સરકારમાં મુક્યા હતા. ત્યા વિધાનસભાની ચૂંટણી આવી ગઈ, સરકાર બદલાઈ, પણ હજુ સુધી રેશનશોપ ધારકોના પ્રશ્નો ઉકેલાયા નથી, એટલે હવે જ્યા સુધી સરકાર હકારાત્મક વલણ નહીં અપનાવે ત્યા સુધી રેશનશોપ ધારકો માલ નહિ ઉપાડે.!

ભરત ઠાકોર ભીલડી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button