BANASKANTHATHARAD
થરાદ તાલુકાના મોરથલ ગામે ગામ તળાવ ઉંડુ કરવાની કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતિ કર્યા હોવાના આક્ષેપો
૯ ફેબ્રુઆરી
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
થરાદ તાલુકાના મોરથલ ગામે કોન્ટ્રાકટર મારફત ગામ તળાવ ઉંડુ કરવાની કામગીરી ચાલુ હતી તે. દરમિયાન કોન્ટ્રાકટર દ્વારા ૧૦૦૦ ઉપરાંત ટોલા. માટીનો પૈસા લઈ બિનકાયદેસર વેચાણ કરી અને ખોટું ખોદકામ માપ બતાવી મોટા પાયે ભષ્ટ્રાચાર કરેલ .અને તળાવ નું ખોદકામ પણ એક લેવલ કરેલ ન હોઈ અને તળાવની દક્ષિણ દિશામાં મોટો ખાડો રાખી ઉત્તર દિશામાં દશ ફુટ ઉપરાંતનો ટેકરો રાખી અને દક્ષિણ દિશામાં એક ભાગમાં ખાડો રાખવાથી રોડ ને અડીને આવેલ પ્રાથમિક શાળા ને પણ ભવિષ્યમાં નુકશાન થઇ શકે તેમ છે અને રોડની કિનારી ઉપર પાળ બાંધેલ હોઈ રોડને પણ ભવિષ્યમાં નુકશાન થશે તે માટે કોન્ટ્રાકટર દ્વારા મોટા પાયે ગેરરીતિઓ કરેલની તપાસ કરવા અને કાયદેસર કાર્યવાહી કરવા ગામના જાગૃત નાગરિક શાંતિલાલ. પી.શાહ દવારા જીલ્લા કલેકટર સહિત ઉચ્ચ સ્તરે રજૂઆત
[wptube id="1252022"]







