ARAVALLIBHILODAGUJARAT

ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના વાંકાટીંબા ગામે આઠ મહિના અગાઉ લૂંટ ચલાવનાર વધુ એક આરોપીને દબોચી લીધો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના વાંકાટીંબા ગામે આઠ મહિના અગાઉ લૂંટ ચલાવનાર વધુ એક આરોપીને દબોચી લીધો

16 લાખથી વધુની લૂંટ ચલાવી હતી ત્રણ આરોપીને પોલીસે દબોચી લીધા હતા, ફરાર જીતેન્દ્ર ડામોરને દબોચી લઇ 5.08 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પોલીસે ગુજરાતમાં ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપવામાં કુખ્યાત અને રાજ્યની પોલીસને રાડ પડાવનાર બિજુડા ગેંગના ખૂંખાર સાગરિત જીતેન્દ્ર ઉર્ફે લાલા ડામોર મોડાસા શહેરમાં ચોરી કરેલ સોનાના દાગીના વેચવા પહોંચે તે પહેલા શામળાજીના ભવાનપુર ગામ નજીકથી એક્ટિવા સાથે દબોચી લઇ સોનાની લગડી સહિત 5.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો જીતેન્દ્ર ઉર્ફે લાલો ડામોર રાજ્યના જુદા-જુદા જિલ્લામાં 26 ઘરફોડ ચોરીના ગુન્હામાં વોન્ટેડ હતો અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ ડી.બી.વાળા અને તેમની ટીમે જીલ્લામાં વણઉકેલાયેલ ગુન્હાનો ભેદ ઉકેલવા અને નાસતા-ફરતાં આરોપીઓને ઝડપી પાડવા શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા બિછુડા ગેંગનો સાગરિત જીતેન્દ્ર ઉર્ફે લાલા મોંઘા ડામોર (રહે,ધામોદ-રાજસ્થાન) ચોરી કરેલા સોનાના દાગીના વેચવા એક્ટિવા લઇ શામળાજી થી મોડાસા તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતાં એલસીબી પોલીસ સતર્ક બની શામળાજીના ભવાનપુર પાસે વોચ ગોઠવી રોડ પરથી પસાર થતો દબોચી લઇ 4.20 લાખની સોનાની લગડી,38 હજાર રોકડ રકમ સહિત મોબાઈલ અને એક્ટિવા મળી કુલ.રૂ.5.08 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી સઘન પૂછપરછ કરતા આઠ મહિના અગાઉ ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરે તેના સાગરીતો સાથે મળી કરેલ લૂંટના સોનાના દાગીના ગાળી સોનાની લગડી બનાવી ઘરે સંતાડી રાખી હોવાની કબૂલાત કરી લીધી હતી જીલ્લા એલસીબી પોલીસે ધારાસભ્ય બરંડાના પત્નીને બંધક બનાવી ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા-ફરતાં ચોથા આરોપીને દબોચી લેવામાં સફળતા મળી હતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button