AHMEDABAD

રથયાત્રાના મામેરા નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન

તા: 15.06.2023
વાત્સલ્યમ્ સમાચાર
હિતેન્દ્ર ગોસાઈ

આજરોજ અમદાવાદમાં 146મી રથયાત્રાના પર્વ નિમિતે શાયોના ગ્રુપના જાણીતા એવા ઘનશ્યામ પટેલ દ્વારા મેઘાણીનગરમાં ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવેલ. હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. હાથી, ઘોડા અને રથ સાથે ડીજે સાથે યાત્રા નીકળીને સુવર્ણ તકે પૂર્ણ કરી હતી. ઘનશ્યામ પટેલ દ્વારા એવું જણાવામાં આવ્યું કે તેઓ મામેરા માટે 25 વર્ષથી પોતાનું નામ તબદીલ કરેલ જેનો સમય અને સૌભાગ્ય આ વર્ષે તેમને મળ્યું હતું. 25,000 હજાર લોકો થી પણ વધારે ભક્તોને જમાડવાનું પુણ્ય પણ તેમને મળ્યું જેનો તેમને ખુબ હર્ષ ઉલ્લાસ હતો. પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાનો પણ પૂરો કાફલો સાથે હતો. મગની પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવેલ અને ભાવિકભક્તોએ પણ છાસ અને પાણીનું વિતરણ કરેલ.
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

[wptube id="1252022"]
Back to top button