Deesa : લુણપુર ગામે ૩૫ પ્રાથમિક શાળાના બાળકોની વક્તવ્ય સ્પર્ધા યોજાઈ: ૧૦૦૦ થી વધુ બાળકોએ કાર્યક્રમમાં ભાગ લીધો

આનંદ પરિવાર દ્વારા ૫૮૪ બાળકોને ગોલ્ડમેડલ સહિતના ઈનામ આપ્યા
બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવવાનું અભિયાન આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્યશ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ , પૂજ્ય મુનિરાજશ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ નિશ્રામાં આનંદ પરિવાર દ્વારા અભ્યાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં બનાસકાંઠા ૩૫ પ્રાથમિક શાળામાં વક્તવ્યસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. લુણપુર ગામે ૩૫ પ્રાથમિક શાળાના ૧૦૦૦ થી વધુ બાળકો ભાગ લીધો હતો. દરેક શાળાના વિજેતા બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુથી સુવર્ણમુદ્રા (ગોલ્ડમેડલ) સહિતના વિશેષ ઇનામ આપવામાં આવ્યા હતા.
સુવર્ણમુદ્રા (ગોલ્ડમેડલ) ક્રિષ્ન જોષી શ્રી સરસ્વતી શિશુમંદિર ભીલડી ધોરણ પાંચ 3 રજતમુદ્રા (સિલ્વરમેડલ) આપવામાં આવ્યા જેમાં
1) વિશ્વાસ મોદી : જી.એમ.મહેતા પ્રાથમિકશાળા જૂનાડીસા
2) પ્રિયા નાઈ : ઉંબરી પ્રાથમિકશાળા
3) માનસી પ્રજાપતિ : નવી ભીલડી પ્રાથમિકશાળા ૩૫ કાંસ્યમુદ્રા (બ્રોન્ઝમેડલ) આપવામાં આવેલ આવ્યા હતા.
આનંદ પરિવાર દ્વારા હવે એક નવું આયોજન શરૂ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત બાળકોને સંસ્કૃતમાં બોલતા શીખવવામાં આવશે. આ માટે સંસ્કૃતભારતીના સાથ-સહકારથી આજરોજ સંસ્કૃત પ્રદર્શન ગોઠવી બાળકોને બતાવવામાં આવેલ. ડીસાથી શ્રી નિકેશભાઇ રાવલના માર્ગદર્શનમાં પ્રદર્શન ગોઠવવામાં આવેલ. આગામી સમયમાં દરેક શાળામાં સંસ્કૃત ભારતીના સહકારથી સંસ્કૃત સંભાષણના વર્ગ શરૂ કરાશે.
આ કાર્યક્રમ પ્રસંગે ભારતસિંહ ભટેસરિયા પૂર્વમહામંત્રી ભાજપ, પનસિંહ સોલંકી પ્રમુખ ભીલડી મંડળ ભાજપ, મનુભાઈ જોષી સરપંચ ભીલડી ,લાલસિંહ સોલંકી સરપંચ ઝાબડીયા સહિત અનેક ગામના સરપંચશ્રીઓ અને ૩૫ પ્રાથમિક શાળાના શિક્ષકો બાળકો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.
ભરત ઠાકોર ભીલડી








