પાલનપુર ખાતે પરશુરામ પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત પાતાળેશ્વર મહાદેવ ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું


22 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજરોજ પરશુરામ પરિવાર પાલનપુર દ્વારા પરશુરામ ભગવાન ની જન્મ જયંતીના પવિત્ર દિને પાતાળેશ્વર મહાદેવ ખાતે વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું.આ પ્રસંગે પાતાળેશ્વર મહાદેવ ના સાન્નિધ્ય માં પરશુરામ પરિવારના ડામરાજી રાજગોર, શંભુપ્રસાદ ઠાકર, ગજાનંદભાઈ જોશી, રમેશભાઈ પંડ્યા( પ્રમુખ), સુરેશભાઈ જોશી, તૃપ્તિબેન દવે, શકુંતલાબેન રાવલ, પારુલબેન રાવલ, નીરવભાઈ પુરોહિત તેમજ આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ સંગઠન મંત્રી રાજેન્દ્રાગીરી મહારાજ આનંદધામ પાલનપુર થી વિશેષ ઉપસ્થિત રહેલ તેમજ સમગ્ર બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલ.યજ્ઞના યજમાન પદે રાકેશભાઈ આચાર્ય (વકીલ) હતા તથા યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી રાકેશભાઈ તથા સુભાષભાઈ એ યજ્ઞકાર્ય કરાવેલ હતું.ગજાનંદભાઈ જોષી ના જણાવ્યા અનુસાર સાંજે યુવા બ્રહ્મસેના દ્વારા પરશુરામ ભગવાન ની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે.







