BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

છોટા ઉદેપુર ના એસ.ટી ડેપો માં વાહન પાર્કિંગ ન હોવાથી મુસાફરોને અગવડ…

છોટા ઉદેપુર નગર માં આવેલ વડોદરા ડિવિઝન નો સૌથી મોટો એસ.ટી બસ ડેપો ડિવિઝન ને સૌથી વધુ આવક રળી આપે છે પરતું તેમા વાહન પાર્કિંગ કરવાં માટે મુસાફરો તથા કર્મચારીઓ ને ભારે અગવડ પડે છે. જીલ્લા ના મુખ્ય મથક ઉપર આવેલાં ડેપોમાં પાર્કિંગ ની સાથે સાથે અન્ય નાની મોટી સુવિધા ઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે મુસાફરો ઘણી વખત રોષ ઠાલવતા જોવા મળે છે. તંત્ર દ્વારા નવા નવા એસ ટી ડેપો ના ખાત મુહૂર્ત કરવામાં આવતા હોય પરતું મુખ્ય મથકે પ્રાથમિક સુવિધા નો અભાવ પ્રજાને ઘણી વાર મૂશ્કેલી માં મૂકતો હોય છે.

છોટા ઉદેપુર ટ્રાઈબલ વિસ્તાર ગણવામાં આવે છે. જ્યારે જીલ્લા ના અન્ય સ્થળોએ નોકરી કરતો નોકરિયાત વર્ગ ગ્રામિણ વિસ્તારોમાં થી પોતાની મોટર સાયકલ લઈને આવતો હોય અને જીલ્લા ના અન્ય સ્થળોએ ફરજ બજાવવા જવાનું હોય જે ટ્રાફિક વધવાની રોજ બરોજ ની સમસ્યા ને લઈ તથા અક્સ્માત ના થતાં બનાવોને ધ્યાનમાં રાખી ને બસ માં જવાનું પસંદ કરતો હોય છે અને નિયમિત પણે ફેરા એસ ટી બસ નો ગ્રાહક હોય જેવા મુસાફરો ને છોટા ઉદેપુર એસ.ટી ડેપો માં પોતાનું વાહન પાર્કિંગ કરવાં ની ભારે અગવડતા પડી રહી છે. સાથોસાથ એસ.ટી ડેપો માં ફરજ બજાવતા કર્મચારી ઓને પણ પોતાનું વાહન ક્યાં મૂકવું એ પ્રશ્ન થઈ પડે છે. જે અંગે પણ આંતરિક રોષ ફેલાયો હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે છોટા ઉદેપુર નગર નું મુખ્ય એસ.ટી ડેપો નું થોડા વર્ષો પહેલા નવીનીકરણ કરવામા આવ્યું હોય તો શું પાર્કિંગ માટે ની મોટી જગ્યા અંગે કોઇ આયોજન કરવામાં નહિ આવ્યુ હૉય.? જે તે સમયે મુસાફરો તેમજ કર્મચારીઓ ના વાહનો નું પાર્કિંગ પરિસ્થિતી પ્રમાણે ફાળવી દેવામાં આવ્યુ હોત તો હાલમાં પડતી મૂશ્કેલી નું સર્જન ના થયું હોત તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. તાજેતર માં છોટા ઉદેપુર નગર ના ડેપો માં ખાનગી વાહનો મુસાફરો ભરીને લઇ જતા હોય છે. અને સરકારને થતી ભાડાની આવકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. જો ખાનગી વાહનો ને એસટી ડેપો માં આવતાં અટકાવવામાં આવે તો ડેપો ને ભાડાની વધું આવક થાય અને ઘણી જગ્યાઓ ઉપર જતી ખાલી બસો ભરેલી જોવા મળે જેથી ડેપો માં ખાનગી મુસાફર વાહતુક કરતાં વાહનો ને અટકાવવા પણ જરૂરી છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button