BANASKANTHAPALANPUR

અંબાજીમાં રહેણાંક મકાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી 

 

19 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજરોજ યાત્રાધામ અંબાજીમાં આવેલી સત્યમ સીટી સોસાયટીના એક ઘરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘરમાં આગ અને ધુમાડો દેખાતા પાડોશીઓ દ્વારા ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો.તેથી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં આવેલી સત્યમ સીટી સોસાયટીમાં આજે સવારે એકાએક એક ઘરમાં આગ લાગવાની ઘટના સામે આવતા સોસાયટીમાં દોડભાગ મચી હતી. ત્યારે ઘરમાં આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. સમયસર ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જેથી ઘરમાં લાગેલી આગ પર કાબૂ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘરમાં આગ લાગવાની ઘટનાનું કારણ જાણવા મળેલ નથી..

[wptube id="1252022"]
Back to top button