લુણપુર ગામે આનંદ પરિવાર તથા બનાસકાંઠા પોલીસ દ્વારા સંયુક્ત આયોજિત વ્યસનમુક્તિ અને જનજાગૃતિ અભિયાન અંતર્ગત મીટીંગ યોજાઇ

દારૂબંધી મહાઅભિયાનનો શુભારંભ
બનાસકાંઠા પોલિસ વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ ‘આદર્શ ગામ સંકલ્પ’ની શરૂઆત થવા જઈ રહી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના કુલ 27 પોલીસ સ્ટેશનો પોતાના વિસ્તારના 1-1 ગામને સંપૂર્ણ વ્યસનમુક્ત કરવાનો સંકલ્પ કરશે
આપ પોલિસ નથી પરંતુ દેશનો વિશ્વાસ છો : ગુરુ મહારાજ
બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના લુણપુર ગામે આનંદ પરિવાર તથા બનાસકાંઠા પોલીસ દ્વારા સંયુક્ત આયોજિત વ્યસનમુક્તિ અને જનજાગૃતિ અભિયાન અંતર્ગત મીટીંગ આયોજન કરવામાં આવ્યું હતું.જેમા આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી આનંદ પરિવાર દ્વારા બનાસકાંઠા સંસ્કારકાંઠા બનાવીએ” અભિયાન ચાલી રહ્યું છે. જેમાં હાલ સુધીમાં કુલ 25 ગામોમાં સંપૂર્ણ અફીણબંધી અને દારૂબંધી કરવામાં આવી છે.આ અભિયાનમાં હવે એક નવા અધ્યાયની શરુઆત થઈ રહી છે. બનાસકાંઠા પોલિસ વિભાગ હવે ‘આદર્શ ગામ સંકલ્પ’ યોજના હેઠળ દરેક પોલિસ સ્ટેશન 1-1 ગામને વ્યસનમુક્ત કરશે આમ આનંદ પરિવારે વ્યસનમુક્ત કરેલા 25 ગામો મળીને કુલ 52 ગામો વ્યસનમુક્ત થશે. આગામી સમયમાં આ 52 ગામો સહિત કુલ 80-100 જેટલા ગામોનો ભવ્ય વ્યસનમુક્તિ કાર્યક્રમ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પોલિસ વડાઓને બોલાવવામાં આવશે અને આખા ગુજરાતમાં વ્યસનમુક્તિ અભિયાન ચલાવવામાં આવશે.પૂજ્ય ગુરુમહારાજે પ્રવચનમાં ખાસ જણાવ્યું હતું કે આપ પોલિસ નથી પરંતુ દેશનો વિશ્વાસ છો. બહેન તો ખાલી ભાઈના હાથ પર રાખડી પહેરાવે છે આપને ભારત માતાએ આખા શરીર ઉપર ખાખી પહેરાવી છે.ખાખી કપડું એ નિ:સ્પૃહતાની નિશાની છે. દેશમાં બે જ ડ્રેસકોડ નિ:સ્પૃહતાનું પ્રતીક છે 1) સાધસંતોના સફેદ/ભગવા કપડા અને પોલિસ વિભાગના ખાખી કપડા બનાસકાંઠા પોલિસ વિભાગે આનંદ પરિવારના વ્યસનમુક્તિના અભિયાનમાં ખૂબ શ્રેષ્ઠ સહકાર આપ્યો છે. જે ધન્યવાદને પાત્ર છે.બનાસકાંઠા SP અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે એક ગુરુમહારાજ એકલા હાથે જો આટલું કાર્ય કરી રહ્યા હોય તો અમે કેમ ન કરી શકીએ. સમગ્ર જિલ્લામાંથી વ્યસન નાબૂદ કરવા અમે પ્રયત્નશીલ છીએ જેમાં સૌપ્રથમ 27 પોલિસ સ્ટેશનના 1-1 ગામથી અમે શરૂઆત કરીશું.આ ઉપરાંત પોલિસવિભાગ દ્વારા હાલમાં 50000 વૃક્ષારોપણ કરવામાં આવ્યું. દારૂ વેચવાનું બંધ કરનારી મહિલાઓને સિલાઈ મશીન આપવા વગેરે જેવા અનેક કાર્ય અમે કરી રહ્યા છીએ કાર્યક્રમ પ્રસંગે 27 પોલીસ સ્ટેશનના IPS સુબોધજી માનકર, 4 DySP, PI, PSI અને ASI સહિત આજુબાજુ ગામમાંથી મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા..
ભરત ઠાકોર ભીલડી