BANASKANTHAPALANPUR

સિસોદરા ખાતે શ્રી તેરવાડા પરગણા પ્રજાપતિ સમાજની મીટીંગ યોજાઈ

14 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ભાભર તાલુકાના સિસોદરા ખાતે શ્રી તેરવાડા પરગણા પ્રજાપતિ સમાજની ગત રવિવારના રોજ સવારે મીટીંગ યોજાઈ હતી.ત્યારે વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા.શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરમાં યથા શક્તિ ફાળો આપી સહભાગી થવું,અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવા,ઉચ્ચ અભ્યાસ કરી આગળ વધે વગેરે બાબતોની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ મિટિંગમાં ધર્માદા પેટે ૧,૧૦૦/- રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા હતા.પ્રજાપતિ છાત્રાલયમાં રહેતા બાળકોને મિષ્ઠાન તિથી ભોજન પેટે ૫,૧૦૦/- રૂપિયા તેરવાડા પરગણા તરફથી આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે તેરવાડા પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ સોમાભાઈ પ્રજાપતિ રોઈટા,મંત્રી લાલાભાઈ પ્રજાપતિ સિસોદરા,પૂર્વ પ્રમુખ શંકરભાઈ પ્રજાપતિ વરસડા,કેળવણી મંડળ રાધનપુર પૂર્વ પ્રમુખ વાલાભાઈ પ્રજાપતિ ઊંડાઈ,મંત્રી નથુભાઈ પ્રજાપતિ રોઈટા,ઉપપ્રમુખ છગનભાઈ પ્રજાપતિ રૂવેલ, પ્રભુભાઈ પ્રજાપતિ ઊંડાઈ, મગનભાઈ પ્રજાપતિ રૂવેલ, પરસોતમભાઈ પ્રજાપતિ રોઈટા, શિવાભાઈ પ્રજાપતિ વરસડા, પરસોતમભાઈ પ્રજાપતિ સિસોદરા,અશોકભાઈ પ્રજાપતિ ઊંડાઈ,જયંતીભાઈ પ્રજાપતિ રૂવેલ,ગૃહપતિ જગદીશભાઈ પ્રજાપતિ સહિત તેરવાડા પરગણા પ્રજાપતિ સમાજ ના ભાઈઓ હાજર રહ્યા હતા.નટવર.કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button