વાવ એસ બી આઈ ના એટીએમ માં એ ટી એમના પાસવર્ડ ની પ્રોસેસ કરી રહેલ ખેડુતના એક મહિલા રૂપિયા 40 હજાર લઈ ફરાર

વાત્સલ્યમ્ સમાચાર
રણછોડસિંહ એસ ચૌહાણ વાવ
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મંથક વાવમાં આવેલ એસ બી આઈ બેન્કના એટીએમમા એટીએમના પાસવર્ડ ની પ્રોસેસ કરી રહેલ ખેડુતના એક મહિલા રૂપિયા 40 હજાર લઈ રફુચક્કર થઈ ગઈ છે તે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
વાવમાં એક ખેડૂત પાસે રૂપિયા 40 હજાર થેલીમાં હોઈ એટીએમમાં પાસવર્ડ પ્રોસેસ કરી રહ્યા હતા ત્યારે એક મહિલા થેલીને ચિરો મારી રૂપિયા 40 હજાર લઈ રફુચક્કર થઈ ગઈ હતી આ અંગે ખેડૂત ને જાણ થતાં પોલીસ મથકે લેખીત રજુઆત કરી છે
મળતી માહિતી મુજબ ખેડુત સુઈગામ તાલુકાના લિબાળા ગામનાં ભલાભાઈ રાણાભાઇ રબારી અને તેમનો ભત્રીજો લાલાભાઈ રબારી જેઓ એસ બી આઈ બેન્કમાંથી રૂા 40 ચાલિસ હજાર ઉપાડી કપડાની થેલીમાં મુકી બેન્કની બાજુમાં આવેલા એટીએમમાં એટીએમના નવા પાસવર્ડ ની પ્રોસેસ કરી રહ્યા હતા તે દરમિયાન એક મહિલા અને સાથે સગીરા આવી હતી જેણે ખેડુતની નજર ચુકવી થેલીને બ્લેડથી ચિરો મારી રૂપિયા 40 હજાર સેરવી લીધા હતા જ્યારે ભલાભાઈ એટીએમ બહાર આવ્યા બાદ જાણ થતાં તેમણે બેન્કમાં જઈ સીસીટીવી ફૂટેજ ચેક કરાવતા એક મહિલા અને સગીરા એટીએમમાં આવી હોવાનુ જાણવા મળ્યુ હતું આ અંગે તેમણે વાવ પોલીસ મથકે લેખીત રજુઆત કરી હતી
બોક્સ…..આ તમામ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થતાં સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
વાવ તાલુકામાં આવી રીતે ચોરીનો બનાવ પહેલી વખત સામે આવ્યો છે







