
૧૧ માર્ચ
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આજરોજ ગામની સરકારી માધ્યમિક શાળા કરણપુરા ખાતે ધોરણ ૧૦ ના વિધાર્થીઓનો દિક્ષાંત સમારોહ નું શાળા દ્વારા ગામના સરપંચશ્રી અને માર્કેડયાર્ડ ના ડિરેક્ટરશ્રી જેતશીભાઇ પટેલ ની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યો હતુ. પ્રાથમિક શાળાના આચાર્યશ્રી આર.ડી.પાયા અને શાળાના આચાર્યશ્રી વર્ષાબેન ચૌધરી અને શાળાનો સ્ટાફ શિક્ષકશ્રી અપુર્વ ગૌસ્વામી અને ધરાબેન શાહ દ્વારા સ્ટેજ સંચાલન કરવામાં આવ્યુ. રૂડાભાઇ રાંગી અને ઇશ્વરભાઇ ચૌધરી અને શાળાના વિધાર્થીઓ ભાઇઓ અને બહેનો દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો. જેતશીભાઇ પટેલ દ્વારા બાળકો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. અને શાળા પરિવાર દ્વારા ધોરણ ૧૦ ના વિધાર્થીઓને પરિક્ષા કિટ આપીને માનભેર વિદાય આપવામાં આવી હતી.
[wptube id="1252022"]







