BANASKANTHATHARAD

થરાદ ઘટકના આઈ.સી.ડી. એસ વિભાગ દ્વારા થરાદ સેજામાં ભુલકા મેળાનુ આયોજન કરવામાં આવ્યું

13 એપ્રિલ

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

થરાદ ઘટક ના થરાદ  સેજા માં ભુલકા મેળાનુ બુધવાર ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ વર્ષ પૂર્ણ  કરેલ આંગણવાડીમાં નવા પ્રવેશ પાત્ર બાળકો થરાદ સેજાના  સંભવિત 120 બાળકો પૈકી 25 બાળકો હાજર રહેલ અને તેમને પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યા.ત્યારબાદ આગણવાડી ના બાળકો દ્વારા વિવિધ પ્રકારની પ્રવૃત્તિ ઓ કરવામાં આવી હતી જેમાં બાળગીતો,એક પાત્રિય અભિનય,ચિત્રકામ  બાળવાર્તા, આંગણવાડી ના બાળક દ્વારા ધાર્મિક મંત્રો  અને આકારોની ઓળખ તેમજ પુર્વ પાર્થમિક શિક્ષણ માટે ની 17 થીમના ચાર્ટ અને મીલેટ્સ દ્વારા બનાવેલ વાનગી નું પ્રદર્શન કરવામાં આવ્યું, હતું. બધા બાળકો ને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા.બાળકોની પ્રવૃતિઓ જોઈ ને ખુશ થઈ TDO સર શ્રી હિતેશભાઈ વી પટેલ દ્વારા બધા બાળકોને આઈસ્ક્રીમ ખવડાવવા માં આવી. અને TDO સાહેબ દ્વારા સતર થીમ ના t.l.m નું નિદર્શન કરી અને બાળકો ને પ્રશ્નોતરી કરી t.l.m ના હેતુઓ અને ઉપયોગ ની માહિતી બાળકો જોડેથી મેળવી હતી આ તબક્કે  બીજા અધિકારી શ્રી નાયબ TDO દિલીપભાઈ જોષી, CDPO કાશ્મીરાબેન ઠાકર,BRC ખેમસિંહ રાજપૂત,PSE ઈન્સટ્રકટર રોહિતભાઈ સેવક, પરમાર નારણભાઈ તથા જોષી દશરથભાઈ અને થરાદ ઘટક ની સુપરવાઈઝર બહેનો તેમજ સ્ટાફ અને થરાદ સેજાની આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને વાલીઓ બહોળી સખ્યાં માં હાજર રહ્યા હતા….
આંગણવાડી ના બાળક દ્વારા રાષ્ટ્ગીત નું ગાન કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.

[wptube id="1252022"]
Back to top button