BANASKANTHAPALANPUR

શ્રી સી.બી. ગાંધી નૂતન હાઇસ્કૂલ પાલનપુર ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું 28મા વર્ષે સ્નેહ સંમેલન યોજાયું 

11 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી સી.બી .ગાંધીનૂતન હાઇસ્કુલ પાલનપુર ના 1995 મા અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનોનું અભૂતપૂર્વ સ્નેહ સંમેલન યોજાયું જેમાં તે સમયના શાળાના ગુરુજનો ને બોલાવી ગુરૂજનોને વંદન કરી શાલ અને ગિફ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે શાળાના બહાર ભુંગળા અને ઘૂઘરી બટાકા વેચનાર માજીનું પણ આ ક્ષણે વિદ્યાર્થીઓએ તેમને બોલાવી તેમનું પણ સન્માન કર્યું. ખુબ જહેમત ઉઠાવી દૂર દૂર રહેલા ભૂતપૂર્વ સહપાઠી મિત્રો અને ગુરુજનો સંપર્ક કરી એક સાથે પાલનપુરના હેલો પોઇન્ટ માં ભેગા કરી સંમેલનમાં વિદ્યાર્થીઓએ પોતાના ભણતર સમયના સંસ્મરણોને વાગોળતાં વિદ્યાર્થી ભાઈ બહેન ભાવુક બની ગયા હતા દરેક ભાઈ બહેનને પોતાનો પરિચય આપ્યો હતો ઘણા બધા વિદ્યાર્થીઓ ઉચ્ચ સ્થાને હાલ નોકરી ધંધો કરે છે દરેકના ચહેરા ઉપર ખુશીના ભાવ દેખાઈ રહ્યા હતા. હદય ના લાગણીના સેતુ થી બંધાયેલા ગુરુજનો અને વિદ્યાર્થીઓ એકબીજાને મળ્યા જાણે વર્ષોની ઈન્તેજારનો અંત આવ્યો. ગુરૂજનોનું વંદન અને છાત્ર અભિનંદન પાઠવ્યા.ગુરુજનો દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવામાં આવ્યા શુભેચ્છાઓ પાઠવવામાં આવી સાથે સાથે શાળાના ભૂતપૂર્વ માનદ મેનેજર શ્રી કિરીટભાઈ મસાલિયા સાહેબે જણાવ્યું કે 1955 થી શરૂ થયેલી આ શાળા માં પહેલી જ વાર આ પ્રકારનુ સંમેલન યોજાયું છે વિદ્યાર્થી ભાઈ બહેન સાથે મળીને ખૂબ જ આનંદ લૂંટ્યો જે માં ગરબા રમવામાં આવ્યા .ડાન્સ તથા સંગીત ખુરશી રમવામાં આવી બપોરે સર્વે સાથે મળીને સ્નેહ ભોજન કર્યું .આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ સંચાલક કિરીટભાઈ, મીનાબેન અલકાબેન રમીલાબેન સુધાબેન પુષ્પાબેન મુનીરાબેન ભારતીબેન ચંદ્રિકાબેન તથા ગુરુજનોમાં એસ. કે. ચૌધરી અશોકભાઈ સોની નવીનભાઈ ઠક્કર પ્રવીણભાઈ ઠક્કર પ્રવીણભાઈ જીવરાણી ચતુરભાઈ પટેલ તથા અમૃતભાઈ રાજવંશી હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button