
નારણ ગોહિલ લાખણી
લાખણી
લાખણી તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પખવાડિયા ઉજવણી અંતર્ગત આયુષ્યમાન કાર્ડનું વિતરણ અને નવા કાર્ડ કાઢવાનો કાર્યક્રમ ધારાસભ્ય કેશાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.જેમાં લાખણી તાલુકાના લોકો ને દસ લાખના આરોગ્ય વીમા કવચ ધરાવતા આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોમ્બર સુધી એટલે કે પખવાડિયા દરમ્યાન આયુષ્માન કાર્ડ દરેક પરિવાર સુધી પહોંચાડવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત લાખણી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ તાલુકા આરોગ્ય અધિકારી ડો રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા આયુષ્યમાન અને આભા કાર્ડ બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને આવનાર સમયમાં ગામે ગામ કેમ્પનું આયોજન કરી દરેક પરિવારના આયુષ્યમાન કાર્ડ કાઢવાનું આયોજન કરવામાં આવશે જેમાં ગામના આગેવાનોને સહયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આપણા યસ્વશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે દરેક કાર્યકર્તાએ પોતાના વિસ્તારમાં આરોગ્ય સહિત પાયાની સુવિધા જન જન સુધી પહોંચાડવા મદદરૂપ થવા આહવાન કરવામાં આવ્યું હતું તેમજ દરેક પરિવારે આયુષ્માન કાર્ડ કઢાવી સરકાર દ્વારા આપવામાં આવતી સેવાનો લાભ લેવા જણાવવામાં આવ્યું હતું.








