

22 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ની હાકલથી 21 જૂન ના દિવસે આખું વિશ્વ જ્યારે યોગદિનની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે મહંત શ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલ રામપુરામાં પણ સંસ્કાર મંડળ રામપુરાના પ્રમુખશ્રી અને રામપુરા મઠ (જાગીર) ના મહંતશ્રી પરમ પૂજ્ય રૂપપૂરીજી મહારાજના આશીર્વાદથી અને સંસ્કાર મંડળના મેનેજિંગ ટ્રસ્ટી સુ.શ્રી નિર્મલપૂરીજી માતાજીની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી.જે અંતર્ગત શાળાના 1000 ઉપરાંત વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીગણ તેમજ મહેમાનો દ્વારા જુદા જુદા યોગ આસન અને પ્રાણાયામ કરવામાં આવ્યા.યોગ દિનની ઉજવણી માટે રામપુરા આયુર્વેદિક હોસ્પિટલના મેડિકલ ઓફિસર શ્રી મનીષભાઈ મોદી હાજર રહેલ અને વિદ્યાર્થીઓને યોગ આસન અને આયુર્વેદ વિશે માર્ગદર્શન આપેલ. શાળાના આચાર્યશ્રી માલદેવભાઈ ગુર્જર સાહેબે વિદ્યાર્થીઓને જીવનમાં યોગ આસન અને પ્રાણાયામ ના મહત્વ વિશે સમજાવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન શાળાના વ્યાયમ શિક્ષક શ્રી પી.બી રાવલ અને જે.બી ગોહિલ તેમજ સ્ટાફગણે કરેલ.







