પાલનપુરમાં ટ્રાફીક નિયમોના પાલન અંગે જન જાગૃતિ અભિયાનશહેર પોલીસ દ્વારા વાહનો ઉપર રેડીયમ લગાવાયા


20 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા બ્યુરો
બનાસકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતીને લઈ સડક સુરક્ષા જીવન રક્ષા દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમો તેમજ વાહન ચલાવતી સમયે જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે અને વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરવા પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા અભિયાન હાથ ધર્યું છે.બનાસકાંઠા જિલ્લાનો નેશનલ હાઈવે 27 નંબર 24 કલાક ધમધમતો રહે છે ટુ વ્હીલર ફોર વ્હીલર કે પછી ટ્રાન્સપોર્ટેશનમાં એક છેડાથી બીજા છેડાએ માલસામાનને પહોંચાડવા માટે ટ્રક ડ્રાઇવરો 24 કલાક ગાડી હંકારતા હોય છે પરંતુ રાત્રી દરમિયાન કેટલાક ટ્રકો બાઈકો અન્ય નાના મોટી ગાડીઓ પર રેડિયમ ના હોવાના કારણે ગંભીર અકસ્માતો થતા હોય છે. જેના કારણે લોકોનું મૃત્યુ પણ થતું હોય છે અને ગંભીર ઈજાઓ પણ થતી હોય છે જેના ભાગરૂપે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જિલ્લા માર્ગ સલામતી સમિતિ 2024 સડક સુરક્ષા અને જીવન સુરક્ષાના ભાગરૂપે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા નેશનલ હાઈવે 27 પરથી પસાર થતા તમામ વાહનો પર રેડિયમ તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કર્યું છે કે નહીં ? તેનું અભિયાન હાથ ધરવામાં આવેલું છે. જેમાં પશ્ચિમ શહેર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા ટુ વ્હીલર ફોર વ્હીલર કે પછી મોટા ટ્રકો રોકાવીને ટ્રાફિક નિયમો વિશે જાણકારી આપવામાં આવી રહી છે અને ટ્રાફિક નિયમો વિશે જાગૃત બનવા અપીલ કરવામાં આવી રહી છે.







