BANASKANTHAPALANPUR

પાલનપુરની સાળવી પ્રા.શાળાના બાળકો એ જ્યાં ત્યાં પડી રહેલી દોરી અને તેના ગૂંચળા એકઠા કરી ઉમદા કામગીરી કરી

ઉતરાયણ બાદ મહિનાઓ સુધી જ્યાં ત્યાં પડી રહેલી દોરી અને તેના ગૂંચળામાં પક્ષીઓ ફસાઈને જીવ ગુમાવે છે અને રખડતા ઢોર તેને ખાઈ જતા મોતને ભેટે છે ત્યારે આ ફેકાયેલી દૂરીના ગુંચળાઓને પાલનપુરની સાળવી પ્રા.શાળાના બાળકો એ એકત્ર કરવાનો વિચાર કર્યો હતો

બાળકોએ પોતાની આગાસી અને ઘર પાસેના વિસ્તારોમાંથી આવી ફેકાયેલી દોરીઓને એકત્ર કરી શાળા ખાતે જમા કરાવી હતી શાળાના વિદ્યાર્થીઓએ લાવેલ આ નકામી દોરીઓ ના ગુંચળાનો કુલ 38 કિલો જેટલો જથ્થો એકત્ર થયો હતો શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા આ દોરી નો જથ્થાને દહન કરી નાશ કરવામાં આવ્યો હતો મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલે આ કાર્ય બદલ તમામ વિદ્યાર્થીઓને શિક્ષકોની પ્રોત્સાહિત કર્યા હતા.

[wptube id="1252022"]
Back to top button