BANASKANTHAPALANPUR
ધી પીપલ્સ કો.ઓપ. ક્રેડિટ સોસાયટી ડીસા દ્વારા સિનિયર સિટીઝનનો સન્માન સમારંભ યોજાશે

18 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
ડીસા શહેરની નામાંકિત મંડળીમાં અગ્રસેર રહેતી ધી પીપલ્સ કો.ઓપ.ક્રેડિટ સોસાયટી લી. ડીસાના લગભગ (૪૨૦૦) જેટલા સભાસદો ધરાવે છે. આ વર્ષે મંડળીના ચેરમેન શ્રી શાન્તિલાલ હેરુવાલા તેમજ તેમની ટીમે (૬૫) વર્ષથી ઉપરના સભાસદો ભાઈઓ તેમજ બહેનોનું સીનીયર સીટીઝન સન્માન સમારંભ રાખવાનું નક્કી કરેલ છે તો આવા સિનિયર સિટીઝન સભાસદો એ મંડળીનાં ચાલુ દિવસે આધારકાર્ડ તેમજ ફોટા સાથે મંડળીમાં આવીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તો આવાં (૬૫) વર્ષથી ઉપરના સભાસદોએ તા. ૦૫-૦૫-૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું ચેરમેન શ્રીએ અનુરોધ કર્યો છે.વિનોદભાઈ બાંડીવાલા
[wptube id="1252022"]