
રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે. રક્તનું એક બુંદ મનુષ્યનું જીવન બચાવી શકે છે. રક્ત એ અમૂલ્ય વસ્તુ છે. ત્યારે ગુલાબપુરા ગામના સિંગર અજય ઠાકોર જન્મદિવસે માણસા તાલુકાના ગુલાબપુરા ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવામાં આવી.દરેકને મુશ્કેલીના સમયમાં રક્ત મળી રહે તેવા ઉમદા હેતુથી સિંગર અજય ઠાકોરના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં માણસા તાલુકાના અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનોએ રક્તદાન કર્યું હતું.
ભરત ઠાકોર ભીલડી

[wptube id="1252022"]







