
તા.૩૦.૦૩.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદ તાલુકાના ખરોદા ગામમાંથી પારિવારિક ઝગડાનું સુખદ સમાધાન કરાવતા અભયમ દાહોદ
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ખરોદા ગામમાંથી એક પરણિતા બેનનો કોલ આવ્યો ને જણાવ્યું કે મારો પતિ આજે હોળી ના તહેવાર ના દિવસે પણ નશો કરીને આવીને મને મારી છોકરી હોળી ઉજવવા માટે પિયર માં આવી તો તેને પણ અપશબ્દો બોલી શારિરીક અને માનસિક ત્રાસ આપે છે. અને જમવાનું પણ બનાવવા માટે દેતા નથી.અને મારકૂટ કરે છે.અને મારા પર વહેમ શંકા રાખી ને દરરોજ હેરાન કરે છે.અને અમે જોડે કામ કરવા માટે જઈએ તો પણ મને પૈસા આપતા નહિ.અને હું પૈસા માંગુ તો પણ મારી જોડે ઝગડો કરે છે. બિમાર હોય કે કઈ સામાન લેવા માટે પણ પૈસા નહિ આપે અને હું માંગુ એટલે અપશબ્દો બોલી ને મારકૂટ કરવા માટે આવે છે અને મારે 3 બાળકો છે. તેમને પણ દેખતા નહિ. એક પરિણીતાનો 181 મહિલા હેલ્પ લાઈન માં પોતાનું લગ્ન જીવન બચાવવા મદદ કરવા અનુરોધ થી અભયમ રસક્યું ટીમ દાહોદ સ્થળ પર પહોંચી પીડિતા બેનના પતિને કાયદાકીય અને સામાજીક જવબદારી નુ ભાન કરાવતા પતિ એ પોતાની ભૂલ કબુલી હતી અને હવે પસી હું કામ કરવા જઈને અને નશો નહિ કરૂં અને મારી પત્ની ને અને બાળકોને શારિરીક અને માનસિક ત્રાસ નહિ આપું અને સારી રીતે રાખીશ તેવી ખાત્રી આપી હતી. અભયમ કાઉન્સિલરે પીડિતા બેનના પતિને લગ્નજીવનની ગંભીરતાથી અને પારિવારિક જવબદારીઓ થી વાકેફ કરેલ સામાજીક અને કાયદાકિય જવાબદારી ભાન કરાવતા પતિએ પોતાની ભૂલને કબુલી હતી. અને છોકરાઓને પણ કોઈ પણ પ્રકારનો ત્રાસ નહિ આપું તેની ખાતરી આપી હતી. અને પછી બંને પતિ પત્ની વચ્ચે અસરકારક કાઉન્સિલીંગ થી પારિવારીક ઝગડામાં સુખદ સમાધાન કરાવવામાં આવ્યુ હતું. પરિણીતાએ પોતાને મળેલ મદદ બદલ આભાર માન્યો હતો









