બનાસકાંઠા લોકસભાના મહિલા ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરીએ અંબાજી ખાતે માં અંબે ના દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યાં

4 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
આગામી લોકસભાને લઈ વિવિધ રાજકીય અને રાષ્ટ્રીય પક્ષો પોતાને તૈયારીમાં લાગી ગયા છે ક્યારે ભારતીય જનતા પાર્ટીએ 15 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી ,જેમાં બનાસકાંઠા જિલ્લા લોકસભા બેઠક માટે ડો. રેખાબેન ચૌધરીની પસંદગી કરવામાં આવી છે એને લઈ બનાસકાંઠા જિલ્લામાં ખુશીનો મહોલ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી માટે મહિલા ઉમેદવારની પસંદગી કરાતા મહિલાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ડો. રેખાબેન ચૌધરી નું નામ સભાના ઉમેદવાર તરીકે જાહેર થતાં રેખાબેન ચૌધરી સાથે પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા ભાજપા ના જિલ્લા પ્રમુખ કિર્તી સિંહ વાઘેલા ધારાસભ્ય પાલનપુરના કઅનિકેત ભાઈ ઠાકર અન્ય તાલુકા અને જિલ્લા સહિત અંબાજી મંડળના પદાધિકારીઓને કાર્યકર્તાઓ અંબાજી ખાતે આવી પહોંચતા રેખાબેન ચૌધરીનું સ્વાગત કર્યું હતું રેખાબેન નું નામ જાહેર થતાં રેખાબેન સૌપ્રથમ માં અંબેના દર્શન કરવા મંદિરે પહોંચ્યા હતા અંબાજી મંદિરના અંદર ભટ્ટજી મહારાજે તેમને કુમકુમ તિલક કરી માતાજીની ચુંદડી અર્પણ કરી હતી અને ત્યારબાદ ની ગાદી ઉપર ભટ્ટ જી મહારાજ તન્મય ભાઈ એ રક્ષા પોટલી બાંધીઆશીર્વાદ પ્રદાન કર્યા હતા જોકે રેખાબેન ચૌધરીને મિડિયા એ કરેલા સવાલમાં જણાવ્યું હતું કે મહિલા ઉમેદવાર પસંદ કરી મહિલા સશક્તિકરણ નું સન્માન કર્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ભાજપા ના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત રાજ્યના તમામ ભાજપા ના અધ્યક્ષ સીઆર પાટીલ સહિત તમામ મૌવડી મંડળ નો આભાર વ્યક્ત કર્યો હતો ને માતાજીના દર્શન કરી માતાજીને પોતાની જીત માટે પ્રાર્થના કરી હતી અને સાથે પોતે ઉમેદવાર બન્યા બાદ સો ટકા આ સીટ જીતશે તેઓ આશા વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ગત સમયમાં પરબતભાઈ પટેલે પણ વિજય પ્રાપ્ત કરી જિલ્લાનું કમળ દિલ્હી મોકલ્યો હતો ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાનું કમળ દિલ્હી પહોંચશે તેઓ આશાવાદ કર્યો હતો