JETPURRAJKOT

રાજકોટમાં વસવાટ કરતા ત્રણ હજાર જેટલા તમિલિયન લોકો સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમમાં ભાગ લેશે

તા.૧૭ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વડાપ્રધાનશ્રીની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની નેમ સાથે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ દ્વારા વર્ષો અગાઉ વિખુટા પડેલા સૌરાષ્ટ્રના ભાઈઓ- બહેનો કે જે હાલ તમિલનાડુમાં વસી રહ્યા છે તેમને ફરી પોતાના મૂળ સાથે જોડવાનો પ્રયત્ન તો થઈ જ રહ્યો છે. જે અમારા માટે ખુબ જ ગર્વની વાત છે. સોમનાથ ખાતે આજથી પ્રારંભ થનાર સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમ અનુલક્ષીને સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં વસવાટ કરતા તમિલિયન લોકો રાજકોટથી બે બસ કરીને આજે સવારે જવા રવાના થયા છે, તેમ તમિલ એસોશિયેશન રાજકોટના પ્રમુખશ્રી રંગનાથન મુથૈયા કોનારે કહ્યું હતું.

પ્રમુખશ્રી રંગનાથન કોનારે કહ્યું હતું કે મારો જન્મ જુનાગઢમાં થયો છે. રેલનગર રાજકોટ ખાતે કીચનવેરની દુકાન ચલાવું છું. રાજકોટમાં અંદાજે ત્રણેક હજાર તમિલીયન વસવાટ કરી રહ્યા છીએ. અમારામાંથી બધા જ લોકો અલગ અલગ દિવસે સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમમના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છીએે.

[wptube id="1252022"]
Back to top button