
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહીસાગર વન વિભાગ દ્વારા કાનેલા ખાતે અંદાજિત ૧૫૦ જેટલા લાભાર્થીઓને વાંસ વિતરણ કરવામાં આવ્યું
મહીસાગર વન વિભાગ અંતર્ગત આવેલ લુણાવાડા રેન્જ, બાલાસિનોર રેન્જ, ખાનપુર રેન્જ એટલે કે મહીસાગર-૧ સબડિવિઝનનો વાંસ વિતરણ કાર્યક્રમ કાનેલા ખાતે યોજાયો હતો. જેમાં મહીસાગર વનવિભાગ અંતર્ગતણી વિવિધ સહભાગી વન મંડળીના સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમાં અંદાજિત ૧૫૦ જેટલા લાભાર્થીઓને વાંસના સ્વરૂપમાં લાભ એનાયત કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ લોકોને વન વિસ્તારમાં દવ ન લગાવવા તેમજ દવના કિસ્સામાં મદદરૂપ થવા અંગે સમજ આપી જાગૃત કરવામાં આવ્યા હતા.આમ મોટી સંખ્યામાં ગ્રામજનોમાં વાંસનું વિતરણ કરવાથી તેઓ વાંસને લગત વિવિધ વસ્તુઓ બનાવી આર્થિક લાભ પણ મેળવી શકશે.
[wptube id="1252022"]