
બાલાસિનોર તાલુકા ભાજપ દ્વારા મતદાન ચેતના અભિયાન કાર્યશાળા યોજાઈ
રિપોર્ટર….
ઈશ્વર ચૌહાન
બાલાશિનોર
બાલાસિનોર નગરપાલિકા ખાતે યુવા નવીન મતદારોને જોડવા અને ઉત્સાહ વધારવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદાન ચેતના અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ.


જેમાં મહિસાગર જિલ્લા મતદાતા ચેતના અભિયાનના સહ ઇન્ચાર્જ જીલ્લા મંત્રીશ્રી હરીશભાઈ પટેલ તથા બાલાસિનોરવિધાનસભાના ઇન્ચાર્જ અને કિસાન મોરચાના પ્રમુખ દિનેશભાઈ પટેલ, બાલાસિનોર તાલુકા ભાજપ પ્રમુખ વિનોદસિંહ ઝાલા, મહામંત્રી રાજેશભાઈ ઠાકોર, શહેર પ્રમુખ સુભાષચંદ્ર પટેલ, મહામંત્રી હિતેશભાઈ પટેલ, મહીસાગર જિલ્લા પંચાયત સામાજિક અને ન્યાય સમિતિના અધ્યક્ષ બીપીનભાઈ પરમાર, જિલ્લા પંચાયત સભ્યના પ્રતિનિધિ પરસોત્તમભાઈ ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ કિરીટભાઈ ચૌહાણ, જીલ્લા મંત્રી જવાનસિંહ ઠાકોર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અજમેલસિંહ પરમાર સહિત તાલુકા અને નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભુપેન્દ્રભાઈ ચૌહાણ તેમજ નગર સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું









