
આસીફ શેખ લુણાવાડા
મહિસાગર જિલ્લાનાં લુણાવાડા દશનામ ગોસ્વામી સમાજઘર ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં આયુષ મેળો યોજાયો
મહિસાગર જિલ્લાનાં લુણાવાડા દશનામ ગોસ્વામી સમાજઘર ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં આયુષ મેળો યોજાયો

આર્યુવેદએ જીવન જીવવા માટેની સૌથી મોટી શૈલી છે જેનો નિરંતર ઉપયોગ કરી દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવો જોઈએ – શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર
આયુર્વેદ ફોર વન હેલ્થ વિષય પર અને હરદિન હર કિસી કે લિયે આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરી,ગાંધીનગર માર્ગદશિત આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત મહીસાગર તથા ધન્વંતરી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ કોયડમ દ્વારા આયુષ મેળા આયોજન કરવામાં આવ્યું હતું. લુણાવાડા દશનામ ગોસ્વામી સમાજઘાર મનમોહનનાથજીનો અખાડો ખાતે પ્રજાજનોની આરોગ્ય સુખાકારી હેતુ આયોજિત આયુષ મેળાને આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર અને અન્ય મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો.
આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, કોરોનાના કપરા કાળમાં આયુર્વેદિક દવાઓ અને હોમિયોપેથીક દવાઓ સૌની વહારે આવી હતી તે યાદ કરી સરકારના આયુષ મેળાના આયોજનને બિરદાવ્યું હતું.શરીર સારું હશે તો બધું સારું રહેશે માટે મેડિસન કરતા આયુર્વેદ દવા લેવી જોઈએ.આયુર્વેદ દવાની કોઈ આડઅસર થતી નથી તે માટે લાંબા ગાળાના ઉપયોગ માટે આયુર્વેદ દવા અપનાવવી જોઈએ.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ‘લોકોમાં આર્યુવેદને લઈને ઘણી જનજાગૃતિ આવી છે. રાજ્યના નાગરિકો પણ આર્યુવેદને મહત્વ આપતા થયા છે. આર્યુવેદએ જીવન જીવવા માટેની સૌથી મોટી શૈલી છે જેનો નિરંતર ઉપયોગ કરી દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવો જોઈએ’ તેવી અપીલ કરી હતી. ‘રસોડું એ આપણું આર્યુવેદ છે જેનો ઉપયોગ કરવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલે જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લામાં આવેલ આયુર્વેદ દવાખાનાનો લાભ દરેક લોકોએ લેવો જોઈએ. દરેક વ્યક્તિએ સવારે વહેલા ઉઠી યોગ કરવો જોઈએ જેનાથી હેલ્થ સારી રહે અને શરીરમાં સ્ફુર્તિ રહે સાથે સાથે બીમારીઓથી દૂર રહી શકીએ. ‘આર્યુવેદ આપણી પ્રાચીન જીવનશૈલી છે. ઋષિ-મુનિઓની આ જુની પરંપરા આજના યુગમાં આપણી ધરોહર બની છે.
આ પ્રસંગે લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરતાં આયુર્વેદ દવાનું મહત્વ સમજાવ્યું હતું.
ઉદ્ઘાટન કાર્યક્રમમાં શાળાની બાલિકાઓએ સ્વાગતગીત અને યોગશિક્ષકો તેમજ બાળકોએ યોગ નિદર્શન કર્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી રણજીતસિંહ નિનામાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.









