WANKANER :પ્રેમ કર્યા પછી સાથે રહેવાના વાયદા કરનારે એજ ગુજાર્યો અસહ્ય સિતમ પ્રેમલગ્નના ટૂંકાગાળામાં પતિ હેવાન બન્યો, પત્નીને હેલ્પલાઇન ટીમે અપાવી મુક્તિ

પ્રેમ કર્યા પછી સાથે રહેવાના વાયદા કરનારે એજ ગુજાર્યો અસહ્ય સિતમ પ્રેમલગ્નના ટૂંકાગાળામાં પતિ હેવાન બન્યો, પત્નીને હેલ્પલાઇન ટીમે અપાવી મુક્તિ રીપોર્ટ આરીફ દિવાન વાંકાનેર
વાંકાનેરની યુવતીનો મોહ ભંગ થયો, મહિલા પોલીસની મદદ લેવી પડી
વાંકાનેર: વાંકાનેરની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી ટૂંકા ગાળામાં જ યુવકે પોત પ્રકાશ્યું હતું અને અંતે મહિલાએ હેલ્પ લાઇન પર મદદ માંગી હતી અને મહિલા પી.એસ.આઇ. સહિતની ટીમે યુવતીને યુવકની યાતનામાંથી મુક્ત કરાવી હતી.
પ્રેમ પવિત્ર હોય છે, જ્યારે લગ્ન જન્મોજનમનું બંધન હોય છે, પરંતુ ક્યારેક સ્વાર્થને પ્રેમના રૂપાળા ના હેઠળ સાધવાનો પ્રયત્ન થાય ત્યારે પ્રેમ હવા થઇ જાય છે . અને સંબંધ નામશેષ. વાંકાનેરમાં એક સમયે પ્રેમમાં
પાગલ થઈ જન્મોજન્મ સાથે રહેવાના વાયદા કરી યુગલ સપ્તપદીના બંધને બંધાયું હતું . પરંતુ લગ્નના ટૂંકા ગાળામાં જ પ્રેમીમાંથી પતિ બનેલા યુવકે અસહ્ય ત્રાસ ગુજારતા પરિણીતાએ મહિલા હેલ્પ લાઇનની મદદ લીધી હતી અને તેનાથી મુક્તિ મેળવી હતી.
વાંકાનેરની મહિલાએ ટંકારાના યુવક સાથે પ્રેમલગ્ન કર્યાના એક મહિનામાં જ તકલાદીપતિએ પોત પ્રકાશતા મહિલા દુઃખનાં ડુંગરમાં દબાઈ ગઈ હતી. અને પતિ દ્વારા આપવામાં આવતી અનેક અસહ્ય યાતનાઓ નો સામનો કરવાનો વારો આવ્યો હતો.
અનેક પ્રકારની મુસીબતો આવી પડતાં તેને પસ્તાવાનો વારો આવ્યો હતો. આવા સમયે પરણિતાએ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરતા વાંકાનેર મહિલા કાનૂની સપોર્ટ સેન્ટર, વાંકાનેર પોલીસ અને ટંકારા પોલીસની ટીમ દ્વારા મહિલાને પતિના ત્રાસથી મુક્તિ અપાવવામાં આવી હતી.
વાંકાનેર મહિલા કાનૂની સપોર્ટ સેન્ટરના તેજલબા ગઢવી અને મહિલા PSI ડી.વી.કાનાણીએ ટંકારા પોલીસની ટીમની સાથે ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં મહિલા જ્યાં રહેતી હતી ત્યાં પહોંચી હતી અને પીડિત
મહિલાને પતિના ત્રાસમાંથી મુક્ત કરવામાં આવી હતી.
આ કામગીરીમાં વાંકાનેર મહિલા કાનૂની સપોર્ટ સેન્ટરના તેજલબા ગઢવી, વાંકાનેર પી એસ આઈ ડી વી કાનાણી અને ટંકારા પોલીસના કર્મચારીઓ જોડાયા હતા.
નોંધનીય છે કે આવા ઘરેલુ હિંસાના કેસમાં રાજ્ય સરકારની અભયમ હેલ્પલાઇન અત્યંત મદદરૂપ બની રહી છે તો બીજી તરફ જ્યારે સમાધાન ની કોઇ શક્યતા જ ન હોય ત્યારે બે જીંદગી રોળાઇ જાય તેના બદલે મહિલા પોલીસ ટીમ બન્નેને મુક્તિ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.