MEHSANAVIJAPUR

લાંઘણજ પોલીસે વિદેશી દારૂ હેરાફેરી કરતી સ્વીફ્ટ કાર ઝડપી લીધી

મહેસાણા લાંઘણજ પોલીસે મંડાલી હાઇવે ચોકડી ઉપર વિદેશી દારૂ સાથે ત્રણ જણા ને ઝડપી પાડયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જીલ્લા ના લાંઘણજ પોલીસ મથકના હદ વિસ્તારમાં કાર માં વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઈસમો ને પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન મળેલી ખાનગી બાતમી મુજબ વોચ ગોઠવી વિદેશી દારૂના જથ્થા અને સ્વીફ્ટ કાર સાથે ત્રણ ઈસમો ને ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવા માં આવી છે જ્યારે અન્ય સંડોવાયેલા એક ઈસમ ને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી દ્વારા દારૂ જુગારના કેસો શોધી તેની સામે કાયદેસર ની કાર્યવાહી કરવા અને જુગાર પ્રોહીબેશન કેસો અટકાવવા માટે આપેલી સૂચના મુજબ પોલીસ મથકના પીએસઆઇ કે ઓ રબારી અને ટીમ દ્વારા મંડાલી હાઈવે ચોકડી ઉપર પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે સમયે એ એસ આઈ ગુલાબ સિંહ ને બાતમી મળી હતી કે એક સ્વીફ્ટ કાર કે જેનો નંબર જીજે 12 સીજી 6044 માં વિદેશી દારૂ ભરેલ છે જેને લઇને પોલીસે મંડાલી ચોકડી ઉપર વોચ ગોઠવતા મળેલ બાતમી પ્રમાણે આવી રહેલી સ્વીફ્ટ કાર ને રોકી કાર માં બેઠેલા ઈસમો ની પૂછપરછ કરતા કાર ની અંદર તપાસ કરતા કાર માંથી વિદેશી દારૂ 300 બોટલો રૂપિયા 88856/-નો દારૂનો મુદ્દામાલ તેમજ સ્વીફ્ટ કા રૂપિયા 400000/-તેમજ બે મોબાઈલો સાથે કુલ મુદ્દામાલ રૂપિયા 491856/- નો જપ્ત કરી ત્રણ ઈસમો સુરેશ હડમાનારામ જાટ તેમજ શ્રીરામ ઘનેશરામ જાટ તેમજ રાજેશ ચોલારામ સેવર તમામ રાજસ્થાન બાડમેર અને જાલોર વાળાને ઝડપી અન્ય એક ઈસમ જગદીશ જાટ વેડિયા જાલોર વાળા સહિત કુલ ચાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જગદીશ જાટ નામના ઈસમ ને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવા માં આવી છે

[wptube id="1252022"]
Back to top button