
ડેડીયાપાડા માં આદિવાસી દિવસની ઉજવણીમાં મંત્રીએ ચરણામૃત સમજીને દેશી શરાબ ચાખી લીધી
રાજપીપળા : જુનેદ ખત્રી
ડેડીયાપાડા ખાતે મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ધરતી માતાને ચડાવવામાં આવતો દેશી દારૂ મંત્રી જઈએ ભૂલથી ચાખી લીધો હતો
આદિવાસી પરંપરા મુજબ પૂજામાં ધરતી માતાને દેશી દારૂનો અભિષેક કરવાની વર્ષો જૂની પરંપરા છે ત્યારે પૂજા દરમિયાન મંત્રી જી અને ઉપસ્થિત મહાનુભાવોને અભિષેક કરવા માટે પડિયામાં દેશી શરાબ આપવામાં આવી હતી
કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પટેલ આદિવાસી પરંપરાથી અજાણ હોય શરાબને ચરણામૃત સમજી મોઢે માંડી દીધું હતું બાજુમાં ઉભેલ પૂર્વ વન મંત્રી મોતિસિંહ વસાવાએ કીધું કે આને નીચે પડવાનું છે અભિષેક કરવાનો છે ત્યારે મંત્રીજીને ભૂલ સમજાઈ હતી
[wptube id="1252022"]









