BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT
પાવીજેતપુર ખાતે વન કુટીર ચોકડી પર રસ્તા રોકો આંદોલન લઈ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી.


છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ભારજ નદી ના બ્રિજ પર વાહન વ્યવહાર બંધ થયે આજે એક મહિનો થવા આવ્યો છે.જેને લઈ જિલ્લા ની જનતા માં બ્રિજ ને લઈ અનેક સવાલો મન મા ચાલી રહ્યા છે.છોટાઉદેપુર જિલ્લાની જનતા ને ખુબ લાંબુ અંતર કાપીને પાવીજેતપુર થી બોડેલી માટે અવર જવર કરવી પડી રહી છે.જેમાં ડ્રાઈવરજન ખૂબ લાંબુ હોય તો બ્રિજ ની બાજુમાંજ ડ્રાઈવરજન આપવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ કાર્યકરો દ્વારા. પાવીજેતપુર વન કુટીર ત્રણ રસ્તા પર રસ્તા રોક આંદોલન કરવામાં આવ્યું હતું પરંતુ આ આંદોલન શરૂ થાય તે પેહલા જ તેઓ ની અટકાયત કરી દેવામાં આવી હતી.જેમાં પૂર્વ વિરોધ પક્ષ ના નેતા સુખરામભાઇ રાઠવા સહિત કાર્યકરો ની અટકાયત.છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી
[wptube id="1252022"]









