MORBI:મોરબી સિલિકોસીસ મુદ્દે માનવ અધિકાર પંચે મોરબી જિલ્લા કલેકટર પાસે માંગ્યો અહેવાલ

MORBI:મોરબી સિલિકોસીસ મુદ્દે માનવ અધિકાર પંચે મોરબી જિલ્લા કલેકટર પાસે માંગ્યો અહેવાલ
મોરબીમાં સીલીકોસીસને કારણે થતા મોત અંગે કલેકટર પાસેથી અહેવાલ માંગતું રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) સીલીકોસીસ મુદ્દે માનવ અધીકાર પંચ કલેક્ટર પાસે અહેવાલ મંગાવે છે. ગુજરાત સરકારે પંચની. ભલામણ છતાં સીલીકોસીસ પીડીતોના પુનર્વસન માટે કોઈ નીતિ ઘડી નથી. સીરામીક અને અન્ય ઉદ્યોગોમાં કામ કરતા કામદારોના શ્વાસમાં સીલીકાની માટી જવાને કારણે તેઓ જીવલેણ રોગ સીલીકોસીસનો ભોગ બને છે તે જાણીતું છે. સીલીકોસીસને કારણે અવસાન પામેલા ૯ કામદારોના કુટુંબોને સહાય કે વળતર મળી ન હોવાની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) ને મળેલી ફરીયાદની ગંભીર નોંધ લઈ પંચે મોરબી કલેક્ટરને આ બાબતે પોતાનો અહેવાલ પંચને મોકલવા સુચના આપી છે.

પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર (PTRC) સંસ્થા દ્વારા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) સમક્ષ કરેલ ફરીયાદ નંબર- ૪૬૩/૬/૩૭/૨૦૨૩ ની તારીખ – ૧૨/૧૨/૨૦૨૩ ને રોજ સુનાવણી થતાં પંચ દ્વારા મોરબી કલેક્ટરને ચાર અઠવાડિયાના સમયગાળામાં અહેવાલ મંગાવ્યો છે.૨૧-૦૪-૨૩ના રોજ પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર (PTRC) દ્વારા પંચ (NHRC) સમક્ષ કરેલ ફરીયાદમાં મોરબી ખાતે સિલિકોસિસથી તાજેતરમાં મ્રુત્યુ પામેલા ૯ કામદાર અને સિલિકોસિસને કારણે હાલ પીડાઇ રહેલા ૧૪ કામદારોની વીગત જાહેર કરવામાં આવી હતી
સુપ્રીમ કોર્ટ હેઠળ હાલ સુનવણી પડેલ પી.આઈ.એલ. ૧૧૦/૨૦૦૬ માં, નામદાર સુપ્રીમ કોર્ટે માનવ અધિકાર પંચને ૨૦૦૯ માં નિર્દેશ આપતા વચગાળાનો આદેશ પસાર કર્યો હતો કે ” રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ ” (NHRC) સિલિકોસિસથી પીડિત વ્યક્તિઓના ચોક્કસ અને પુષ્ટિ થયેલા કેસો લઈ શકે છે અને સંબંધિત દ્વારા તેમને તાત્કાલિક તબીબી રાહત આપવાની ભલામણ કરશે..”
સિલિકોસિસથી અસરગ્રસ્ત ઘણા લોકો પથારીવશ છે અને તેમાંથી કેટલાક ઘરે ઓક્સિજન પર છે. આ પીડિતોના પરિવારને તેમને તબીબી સહાય પૂરી પાડવામાં મુશ્કેલી પડી રહી છે. ગુજરાત સરકારે કમિશનની ૨૧-૧૨-૨૦૧૭ ના રોજ કેસ નં. ૩૫૧/૬/૩/૨૦૧૦. ભલામણ છતાં તેમના પુનર્વસન માટે કોઈ નીતિ ઘડી નથી.વધુમાં પીઆઈએલ ૧૧૦/૨૦૦૬ માં સર્વોચ્ચ અદાલતે ૧૧-૦૪-૨૦૧૭ ના રોજ રાજ્ય સરકારોને સિલિકોસિસના કારણે મૃત્યુ પામેલા કામદારોના પરીવારને રૂ. ૩ લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેનો અમલ કરવામાં આવતો નથી








