GUJARAT

ઝઘડિયાના સારસા નજીક અકસ્માત ઝોન બન્યો : હાઇવા ટ્રક અને ઇકો કાર વચ્ચેના અકસ્માતમાં અંદાજિત ૯ લોકોને ઇજા

સારસા ગામે ઉમધરા ગરનાળા પાસે ઇકો કાર અને હાઈવા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો અંદાજિત નવ લોકોને ઇજા

 

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામ નજીક ઉમધરા ફાટક પાસે ઇકો કાર અને હાઈવે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ ઉમલ્લા તરફથી રાજપારડી તરફ જતી ઈકો કાર ને રેલ્વે ગરનાળા માંથી આવતી હાઇવા ચાલકે ઇકો કાર ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત અંદાજિત નવ લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં ઉમલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાંથી તેઓને વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખ બાબતે પણ છે કે આ સ્થળ પર અવાર નવાર અકસ્માતો બનતા રહે છે જેથી ગામ લોકોએ અનેક વાર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરી છે

 

ઈરફાન ખત્રી

રાજપારડી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button