GUJARATNANDODNARMADA

નર્મદા જિલ્લાના કોયારી ગામેથી લગ્નની લાલચે યુવતીને ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર આરોપી સહિત તેને મદદ કરનાર પાંચને સજા ફટકારતી કોર્ટ

નર્મદા જિલ્લાના કોયારી ગામેથી લગ્નની લાલચે યુવતીને ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર આરોપી સહિત તેને મદદ કરનાર પાંચને સજા ફટકારતી કોર્ટ

 

આરોપીના પિતા સહિત અન્ય ચારને ગુનામાં મદદગારી કરવા બદલ સજા ફટકાવામાં આવિ હોય તેવો નર્મદા જિલ્લા માં પ્રથમ કિસ્સો

 

જુનેદ ખત્રી : રાજપીપલા

 

નર્મદા જિલ્લાના કોયારી ગામેથી લગ્નની લાલચે યુવતીને ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર આરોપી સહિત તેને મદદ કરનાર પાંચને રાજપીપલા કોર્ટ સજા ફટકારી છે પ્રસ્તુત કેસમાં આરોપીના પિતા સહિત અન્ય ચારને ગુનામાં મદદગારી કરવા બદલ સજા ફટકાવામાં આવિ હોય તેવો નર્મદા જિલ્લા માં પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે

પ્રસ્તુત કેસમાં હકીકત એવી છે કે તા.૦૭/૦૧/૨૦૨૨ ના રાતના સમયે આરોપી (૧)મયુરભાઈ સુરેશભાઈ બારીયા, ઉ.વ.૨૧ રહે. કોયારી તા.તિલકવાડા જી.નર્મદા એ ફરીયાદી બહેનને પોતાના ઘરની પાછળ આવેલ વાડામાં બોલાવી પટાવી, ફોસલાવી, લાલચાવી, લગ્ન કરવાના ઈરાદે ભગાડી જઇ જુદી જુદી જગ્યાએ લઈ જઈ શારીરિક સુખ માણી ગુનો કરતા તિલકવાડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ એન.એસ. સીદ્દીકી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. ફરીયાદી તરફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ નાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપી નં.(૧) ને કલમ-૩૬૩ સાથે ૧૧૪ મુજબના ગુના કામે ૩ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૧૦૦૦/- નો દંડ, કલમ-૩૬૬ સાથે ૧૧૪ મુજબના ગુના કામે ૩ વર્ષની કેદની સજા તથા રૂ.૨૫૦૦/- દંડ, કલમ-૩૭૬(૨) (એન) સાથે ૧૧૪ મુજબના ગુના કામે ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૫૦૦૦/- ના દંડની સજા તેમજ આરોપી નં.(૨) સુરેશભાઈ બચુભાઈ બારીયા (૩) સંજયભાઈ ઉફે સંજુ જયંતીભાઈ બારીયા (૪) જયરાજભાઈ ઉફે જયકાંન્તભાઈ રમેશભાઈ તડવી (૫) કુલદીપભાઈ દિનેશભાઈ તડવી ને આઈ.પી.સી. કલમ-૩૬૩ અને ૧૧૪ મુજબના ગુના કામે ૩ વર્ષની સજા અને રૂ. ૧૦૦૦/- ના દંડની સજા તેમજ કલમ-૩૬૬ અને ૧૧૪ મુજબના ગુના કામે ૩ વર્ષની સખત કેદની સજા અને રૂ.૨૫૦૦/- દંડની સજાનો હુકમ આજરોજ ફરમાવેલ છે તેમજ અન્ય ત્રણ ને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ ફરમાવ્યો છે

પ્રસ્તુત કેસમાં ગુનામાં આરોપીની મદદગારી કરનાર ને સજા થઈ હોય તેવો નર્મદા જિલ્લામાં પ્રથમ કિસ્સો સામે આવ્યો છે આરોપીઓ ને સજા થતાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર ઈસમોના ફફડાટ ફેલાયો છે

 

[wptube id="1252022"]
Back to top button