લાંબડીયા ટેમ્ડા ગામનાં યુવાનને અક્સ્માત નડતાં ઈડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા પરિવારે હૉસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો..
લાંબડીયા ટેમ્ડા ગામનાં યુવાનને અક્સ્માત નડતાં ઈડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા પરિવારે હૉસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો..
સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં બાઈક લઈને નીકળેલા યુવાનને અકસ્માત નડ્યો હતો.. પોશીના તાલુકાના લાંબડીયાનાં યુવાનને અકસ્માતમાં શરીરના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ તેમજ વધુ સારવાર અર્થે ઈડરની પાર્શ્વ ગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.. ઈડરની પાર્શ્વ હોસ્પિટલ ખાતે સારવાર રહેશે લાવવામાં આવેલા દિલીપ રાઠોડ નામના 35 વર્ષે યુવાનનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યુવાન ત્રણ દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો જો કે સારવાર દરમિયાન દર્દીને હોસ્પિટલ દ્વારા એક સાથે ત્રણ ઇન્જેક્શન આપવામાં આવ્યા બાદ તેનું મૃત્યુ થયા હોવાના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.. સારવાર દરમિયાન 35 વર્ષીય યુવાનનું ઈડરની પાર્શ્વ હોસ્પિટલમાં મોત થતા પરિવારમાં પણ આક્રંદ જોવા મળ્યો હતો ગણતરીના કલાકોમાં પરિવાર સહિત સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.. તારે હોસ્પિટલ ખાતે યુવાનનું મોત થતાં પરિવારે લાસ્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો જેને પગલે તંત્ર પણ હરકતમાં આવ્યું હતું.. મોડી રાત્રે યુવાનનું હોસ્પિટલની વાપરવાહીના કારણે મોત થયા હોવાની આક્ષેપ કરાતા પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો બાદમાં સવારના સમયે પોશીના પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી પરિવાર સાથે વાતચીત કર્યા બાદ આશરે 14 કલાક કરતા પણ વધુ સમય વીત્યા બાદ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો જીદ છોડતા પોલીસ સહિત હોસ્પિટલ સ્ટાફે રાહતનો શ્વાસ અનુભવ્યો હતો.. હોસ્પિટલ ખાતે કલાકો સુધી પરિવારે મુદ્દે અસ્વીકારવાની જીદ ઉપર અડી રહેતા સમગ્ર હોસ્પિટલ સહિત દાખલ દર્દીઓ તેમજ પરિવારજનો પણ અસમમંજ જેવી સ્થિતિ ઊભી થઈ હતી.. જોકે પો પોશીના ખાતેથી દોડી આવેલી પોલીસે પરિવારને સમજાવ્યા બાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોની પેનલ થકી યુવાનનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જોકે પરિવાર દ્વારા હોસ્પિટલ સામે બેદરકારીના કરવામાં આવેલા આક્ષેપો બાબતે યુવાનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે…
જયંતિ પરમાર સાબરકાંઠા