GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કેશવ પાર્ટી પ્લોટ ખાતે આજે શરદ પૂનમ રાસોત્સવ નું આયોજન: તિલક કરી પ્રવેશ આપવામાં આવશે

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કેશવ પાર્ટી પ્લોટ ખાતે આજે શરદ પૂનમ રાસોત્સવ નું આયોજન: તિલક કરી પ્રવેશ આપવામાં આવશે

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આજે પણ લીલાપર કેનાલ રોડ પર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે શરદ પૂનમ નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ બ્રહ્મ બંધુઓને તિલક કરી પ્રવેશ આપવાનો નિર્ણય પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા લેવામાં આવ્યો છે આ કાર્યક્રમ માં જાણીતા લોક ગાયક વૈભવી ત્રિવેદી,મોન્ટુ મહારાજ,અલ્પા રાવલ તેમજ નેહા શુક્લા દ્વારા શરદ પૂનમ ની રઢીયાળી રાત્રી ના રોજ ખેલૈયાઓને ગરબે ઘુમવશે.આ બાદ કાર્યક્રમ ના અંતે લિટલ પ્રિન્સ ,લિટલ પ્રિન્સેસ,પ્રિન્સ પ્રિન્સેસ તેમજ બેસ્ટ એક્શન સહિત જુદા જુદા ઇનામો થી પ્રોત્સાહિત કરી આકર્ષક ભેટ અને ઇનામો પણ આપવામાં આવશે આ કાર્યક્રમ માં કોઈ એડવાન્સ રજીસ્ટ્ેશન કે કોઈ પાસ રાખેલ નથી તેની સર્વે ભૂદેવ ભાઈઓ બહેનોએ નોંધ લેવા પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોશીની યાદીમાં જણાવવામાં આવ્યું છે આ કાર્યક્રમ ને સફળ બનાવવા પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોશીની આગેવાનીમાં મહામંત્રી નયનભાઈ પંડ્યા,મહામંત્રી જયદિપ ભાઈ મહેતા,ઉપપ્રમુખ કમલ ભાઈ દવે, ઉપપ્રમુખ મહિધરભાઇ દવે, ઉપપ્રમુખ ઋષિભાઇ મહેતા, ઉપપ્રમુખ ધ્વનિત ભાઈ દવે,સંકલન સમિતિના ચિંતનભાઈ ભટ્ટ,નીરજ ભાઈ ભટ્ટ,મંત્રી વિજય ભાઈ રાવલ, યજ્ઞેશભાઈ રાવલ,હર્ષભાઈ જાની,હર્ષભાઈ વ્યાસ, જીગરભાઈ દવે,રોહિત ભાઈ પંડ્યા સહિતની ટીમ આ કાર્યક્રમને સફળ બનાવવા રાત દિવસ મહેનત કરી રહી છે.ત્યારે તિલક કરવાથી અન્ય ધર્મના લોકો આ કાર્યક્રમ માં પ્રવેશતા રોકી શકાય સાથે સાથે જ હિન્દુ ધર્મ ના પ્રતિક સાથે પુનમ ની રાત્રી માં દાંડિયા રાસ રમવા પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા તમામ બ્રહ્મ બંધુઓને વધુમાં વધુ સંખ્યામાં કેશવ પાર્ટી પ્લોટ ખાતે પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

[wptube id="1252022"]
Back to top button