BANASKANTHADEESA

Deesa : ડીસા તાલુકાના ઓઢવા ગામ માં હાર્ટ એટેક થી એક વ્યક્તિ નું મોત

રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. મોટાભાગના કિસ્સામાં નાની ઉંમરના યુવકોમાં હાર્ટ એટેક આવી રહ્યા છે ત્યારે તેવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના ઓઢવા ગામમાં 52 વર્ષ ના એક વ્યક્તિ નુ હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઓઢવા ગામે રહેતા વાઘેલા નરસિંહજી કાળુજી ને ગતરાત્રિએ અચાનક છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો હતા તેઓ નું હાર્ટ એટેકના કારણે મોત નીપજતા તેમના પરિવારજનો સહિત સમગ્ર ઓઢવા ગામ માં શોક નું મોજું ફરી વળ્યુ છે નાની ઉંમર આવતા હાર્ટ એટેકના બનાવો ને લઇ લોકો માં પણ ફફડાટ સાથે ચિંતનો માહોલ સર્જાયો

ભરત ઠાકોર ભીલડી

[wptube id="1252022"]
Back to top button