
MORBI:મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેઈન હડફેટે પરપ્રાંતીય શ્રમિકનું મોત

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના જુના રફાળેશ્વર રોડ મીલેનીયમ સિરામીક કારખાનાની સામે આવેલ રેલ્વે ટ્રેક ઉપર ગત તા.૩૦ માર્ચના રાત્રીના ૧૦ વાગ્યા આસપાસ પસાર થયેલ ટ્રેઈન હડફેટે મૂળ બિહારના તુલસી ટોલ ગામના વતની હાલ લાલપર ગામની સીમમાં આવેલ હેમ સ્રામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા સંતોષકુમાર દુર્ગાપ્રસાદ મહેતા ઉવ.૨૧ આવી જતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
[wptube id="1252022"]








