AHAVADANGGUJARAT

કરાટે એસોસિએશન ઓફ ડાંગના ચાર ખેલાડીઓએ નેશનલ કોમ્પિટિશનમાં હાંસલ કર્યા ચાર મેડલ.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
તાજેતરમાં હેદ્રાબાદ ખાતે આયોજિત ચોથી નેશનલ ચેમ્પિયનશીપમાં કરાટે એસોસિએશન ઓફ ડાંગના આઠ પૈકી ચાર ખેલાડીઓએ ઉત્કૃસ્ટ રમત દાખવતાં એક સીલ્વર, અને ૩ બ્રોન્ઝ મેડલ અંકે કર્યા છે.

નેશનલ કરાટે ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત આ કોમ્પિટિશનમાં ગુજરાત સ્ટેટ વિજેતા નિવડેલાં કરાટે એસોસિએશન ઓફ ડાંગના આઠ(૮) ખેલાડીઓએ એસોસિએશનના જનરલ સેક્રેટરી અને કોચ શ્રી પી.આર.દીપક કુમારના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો.

જે પૈકી બરમ્યાવડની લક્ષ્મી ઠાકરેએ સીલ્વર મેડલ, અને ધુલદાની સોનલ પારે, ગુંદિયાની રોશની મોરે, તથા ગોંડલવિહીરની રોશની ગાયકવાડે અલગ અલગ વયજુથની સ્પર્ધાઓમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા.

નેશનલ કોમ્પિટિશનમા ઉત્કૃસ્ટ દેખાવ કરનારા આ વિજેતા ખેલાડીઓની યાદી ઈંડિયન ઓલમ્પિક એસોસિએશન પાસે જશે. ત્યાથી આ ખેલાડીઓનું આગળનું ભવિષ્ય નક્કી થશે, તેમ જણાવતા દીપક કુમારે, છેલ્લા પાંચ વર્ષોથી ડાંગના બાળકોને ‘કરાટે એસોસિએશન ઓફ ડાંગ’ ના નેજા હેઠળ તાલીમબધ કરવા સાથે, જુદી જુદી રમત સ્પર્ધાઓમાં ભાગ લેવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યુ હતું.

પરિણામ સ્વરૂપ આજ દિન સુધી અંદાજે પચાસેક જેટલા સ્ટેટ લેવલના પારિતોષિકો સહિત કુલ ૬ જેટલા રાષ્ટીય પારિતોષિકો પણ ડાંગના ખેલાડીઓને મળી ચુક્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
<span;> કરાટે એસોસિએશન ઓફ ડાંગના ચેરમેન શ્રી મંગળભાઈ ગાવીત, પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીત, તથા જોઈન્ટ સેક્રેટરી શ્રી હરિરામ સાવંતે, ડાંગને રાષ્ટીય સ્તરે ગૌરવ અપાવનારા ખેલાડીઓ તથા કોચને અભિનંદન પાઠવ્યા હતા.
ડાંગના ખેલાડીઓમાં રહેલી પ્રતિભા જોતાં આગામી દિવસોમાં વધુમાં વધુ ખેલાડીઓ નેશનલ કોમ્પિટિશનમા ભાગ લે, તથા મેડલ જીતી તેમની કારકિર્દીમાં આગળ વધે, તેવી તૈયારીઓ કરાટે એસોસિએશન ઓફ ડાંગ દ્વારા હાથ ધરવામાં આવી છે તેમ પણ શ્રી દીપક કુમારે વધુમાં જણાવ્યુ હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button