
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નવસારી જિલ્લાના ગામેગામ ફરીને ભારત સરકાર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વિશે જાગૃત કરી, લાભાર્થીઓને ઘર આંગણે જ લાભોનું વિતરણ કરવામાં આવી રહયું છે.
જે કાર્યક્રમ અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ચીખલી તાલુકાના તેજલાવ ગામે મેરી કહાની મેરી જુબાની કાર્યક્રમ અન્વયે વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. આ પ્રસંગે ગામના બીપીએલ તથા અંત્યોદય લાભાર્થીઓ પ્રધાનમંત્રી ઉજજવલા યોજના અંતર્ગત વિનામુલ્યે ગેસ કનેકશન મેળવી પ્રદુષણ રહીત એલ.પી.જી.ગેસનો ઉપયોગ કરતાં લાભાર્થી શ્રીમતી દર્શનાબેન હળપતિએ પોતાના પ્રતિભાવો આપ્યા હતાં.
પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના લાભાર્થી દર્શનાબેન હળપતિ એ જણાવ્યું હતું કે, અમારે ગેસ કનેકશન ન હતુ. જેથી તેઓ લાકડા લાવીને ચૂલા પર રસોઇ બનાવતાં હતાં. લાકડાના ધુમાડાના કારણે સમગ્ર પરિવારના આરોગ્યને પણ નુકસાન થતુ હતુ. પરંતું હવે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના અંતર્ગત મને લાભ મળવાથી મારા સમયનો પણ બચાવ થાય છે. તેમજ મારી સાથે સમગ્ર પરિવારના આરોગ્ય પણ સારુ રહે છે. તેમણે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના થકી મારા જેવી અનેક બહેનોને લાભ થયો છે. જેથી તેઓએ રાજય સરકારશ્રી અને જિલ્લા વહીવટીતંત્રનો આભાર માન્યો હતો.