પી.આઈ ફાઉન્ડેશન ના સહયોગ થી આજ રોજ phc ગજેરા ખાતે સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર અને આખં રોગ ના નિષ્ણાંત ડોક્ટર નિદાન કેમ્પ યોજાયો.
*પી.આઈ ફાઉન્ડેશન ના સહયોગ થી આજ રોજ phc ગજેરા ખાતે સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર અને આખં રોગ ના નિષ્ણાંત ડોક્ટર નિદાન કેમ્પ યોજાયો. 
સરકાર શ્રી દ્વારા માતા મુત્ય દર અને બાળ મુત્ય દર ઘટવા સતત પ્રયત્નશીલ રહતી હોય છે ત્યારે આજ રોજ જંબુસર તાલુકા ના ગજેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર સગર્ભા માતા અને સ્ત્રી રોગ અંગે નો કેમ્પ અને આખં રોગના નિષ્ણાંત ડોક્ટર નિદાન કેમ્પ EMRI GREEN HEALTH SERVICES -૧૦૮ સંસ્થા અને પી.આઈ ફાઉન્ડેશન ના સહયોગ થી યોજાયો.
આ કેમ્પ માં આજુબાજુના વિસ્તાર ની અનેક સગર્ભા માતા ઉત્સાહ પૂર્વક જોડાયેલી હતી.
આ કેમ્પ માં મુખ્ય ડોક્ટર શ્રી સાહિલ. ડી પટેલ-(સ્ત્રી રોગ નિષ્ણાંત) અને ડો વર્મા (phc ગજેરા), અને (આંખ રોગ આખં નિષ્ણાંત)ડો.શ્રી ટવિશા ટંડેલ ડો.અમરેન્દ્રસિંહ (CSR હેડ- પી આઇ ફાઉન્ડેશન) અને પ્રવિન ગોલાટકર (પ્રોજેક્ટ કોઓડીનેટર) ના ઉપસ્તિથી માં યોજાયો.
જેમાં લગભગ 185 જેટલી સ્ત્રીઓએ આ કેમ્પ નો લાભ લીધો હતો.
પી.આઈ ફાઉન્ડેશન અને ઇમરી green health services -૧૦૮ સંસ્થા દ્વારા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તાર માં અનેક વાર કેમ્પ નું આયોજન કરી માતા મુત્ય દર અને બાળ મુત્ય દર માં ઘટાડવા માં સફળતા પ્રાપ્ત થાય છે.
આ રીતે પી.આઈ ફાઉન્ડેશન ના નેતૃત્વમાં EMRI Green Health services-૧૦૮ સંસ્થા દ્વારા આ કેમ્પ ને સફળ આયોજન કરવામાં આવ્યું હતું એવો જિલ્લા પ્રોજેકટ કોઓડીનેટર પ્રવિણ ગોલાટકર જણાવ્યુ હતું
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ









