નવસારી: લગ્ન વગર શારીરિક સબંધ થકી પ્રેગ્નેટ યુવતીને તરછોડતા ૧૮૧ અભયમ ટીમ વ્હારે આવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
લગ્ન વગર શારિરીક સબંધ રાખવાં અને પાછળ થી પસ્તાવાનો વારો આવે ત્યારે ઘણું મોડું થાય છે યુવતીઓ માટે લલબત્તી સમાન એક આવો કિસ્સો છે જે મુજબ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના એક ગામમાંથી યુવતીએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી મદદ માંગી હતી.
૧૮૧ અભયમ ટીમને મળતી માહિતી મુજબ યુવતી એક યુવકના પરિચયમાં હતાં.યુવતીને યુવક તરફ થી લગ્નની ખાત્રી મળતા શારિરીક સબંધ રાખતા જેથી યુવતી પાંચ માસની પ્રેગ્નેટ થઇ હતી. આ બાબતની જાણ યુવકને થતા તેણે જણાવેલ કે તેની બહેનના લગ્ન થાયપછી આપણે લગ્ન કરીશું હાલમાં તુ ઓર્બોશન કરાવી લે. પરતું આ પ્રયાસ પણ નિષ્ફળ નિવડતા યુવતી મૂશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. હવે પરિવાર અને સમાજ ને શું જવાબ આપશે. જેથી યુવતીને આખરી ઉપાય તરીકે ૧૮૧ મહિલા હેલ્પલાઇન ને મદદ કરવા વિનંતી કરી હતી.
અભયમ નવસારી ટીમ દ્વારા યુવકને જણાવ્યું કે, લગ્ન ની લાલચ આપી શારિરીક સબંધ રાખવાં અને જવાબદારોમાંથી છટકી જવુ એ કાયદાકીય અને સામાજિક અપરાધ છે જેની સજા થઇ શકે છે. અભયમ ટીમે વડીલો અને ગામના સરપંચશ્રીને સાથે રાખી વિગતે ચર્ચા કરતા યુવકે યુવતીને પત્ની તરીકે સ્વીકારવા સંમતિ આપી હતી. જેઓ બને અલગ થી મકાન ભાડે રાખી રહેશે. આમ અભયમ દ્વારા યુવક પાસે લેખીત જવાબદારી સ્વીકારી યુવતીને પત્નીનો દરજ્જો આપવા સંમત આપી હતી.. યુવક યુવતી ને પોતાની સાથે રહેવા લઇ ગયેલ જેથી યુવતી ને ખુબ રાહત થઇ હતી. ૧૮૧ અભયમ હેલ્પલાઇન ટીમે કરેલી મદદથી યુવતીએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો.





