GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

JMC-નગરજનોનો મીલકતવેરા રીબેટ સામે ઉમળકો

JMC-નગરજનોનો મીલકતવેરા રીબેટ સામે ઉમળકો

વિકાસનો પાયો મજબુત કરવાનો કમી.આસી.કમી.નો અનુરોધ કામ કરી ગયો

આમ પણ સાત મહિનામાં ૫૪ કરોડની આવક

આત્મનિર્ભર થવા મુખ્યમંત્રીએ કહેલુ

કમીશનરથી માંડી નાનામાં નાના એમ આ વેરા વસુલાતમાં સૌની જહેમત છે

કોર્પોરેટરો પણ નૈતિક જવાબદારી સમજી વોર્ડવાર તેમના નાગરીકોને વેરો સમયસર ભરવાની ફરજ માટે જાગૃત કરી વિકાસ કામોને વેગ આપવા અનુરોધ કરતા હોય છે

 

જામનગર ( ભરત ભોગાયતા)

 

કોઇપણ મહાનગરપાલિકા અને નગરપાલિકા તેમજ જ્યા જ્યા કરમાળખુ લાગુ પડતુ હોય છે ત્યા ત્યા તે કરદાતા ગામ નગર શહેર રાજ્ય ના વિકાસના પ્રત્યક્ષ કે પરોક્ષ હિસ્સેદાર બનતા હોય છે તે માટે કાર્યરત વિભાગો તેમની ફરજ બજાવતા હોય છે

જ્યારે જામનગર મહાનગરપાલિકા ના મીલકતવેરા સાથે સાથે વોટર ચાર્જ વસુલાત બંને બાબતે ટેક્સ વિભાગ નગરજનોના સહયોગથી નોંધપાત્ર રીતે પ્રગતી કરી રહ્યુ છે જેમાં વખતો વખત ની રીબેટ યોજના ઇંજન પુરૂ પાડે છે આ વખતે પણ રીબેટ યોજનાનો ખુબ મોટી સંખ્યામા નગરજનો એ લીધો છે

વિકાસકાર્યો જે નગરજનોને સુવિધા અને સુખાકારી પુરી પાડે છે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંધારણીય જવાબદારી ગણી જુદા જુદા હેડ હેઠળ ગ્રાંટ ફાળવતી હોય છે સાથે સાથે સ્થાનીક સ્વરાજ્યની સંસ્થા જાતે પણ સદ્ધર બને તે હેતુ થી મીલકત વેરા વગેરે કર ઉઘરાવે છે આમેય મુખ્યમંત્રી એ કહેલુ કે નગરપાલીકાઓ મહાનગરપાલિકાઓ આવકની દ્રષ્ટીએ આત્મનિર્ભર બને તે જરૂરી છે

ત્યારે મનપામા આ માટે માળખુ સજ્જ હોવુ જોઇએ જે જામનગર મનપામા જોવા મળે છે તાજેતરમા કોર્પોરેશન ની ટેક્સ કલેક્શન ની બારીઉપર કામ કરતા તરવરીયા સ્ટાફ થી માંડી લગત બ્રાંચની રેકર્ડ જાળવણી મીલકતધારકોના મીલકત સંબંધીકામો માટે પુછપરછ અરજીઓ વગેરે બાબતે સ્ટાફ દ્વારા અપાતુ માર્ગદર્શન ફાઇલો રજીસ્ટર પત્રકો વગેરે બનાવવા તેના ઉપર કામ કરવુ વસુલાત ટીમો જે ફીલ્ડમા જાય છે તેમની નિયમીતતા અને સુઝબુઝ સાથે સાથે નગરજનોને મીલકત સંબંધી નિયમોનુસાર ના કામોમા સંપુર્ણ સહયોગ વગેરે બાબતો જ સમગ્ર ટેક્સ શાખા વિશીષ્ટ રીતે બિરદાવવા લાયક બની રહી છે જે કમીશનર ડેપ્યુટી કમીશનર આસીસ્ટન્ટ કમીશનર શાખાના વડા કામગીરી વહેંચણી મુજબના હેડ વોર્ડ વાર ઓફીસરો તેમના તમામના સ્ટાફ ક્લાર્કો ઓપરેટરો સબ સ્ટાફ એમ તમામ એટલેકે સૌ ની ફરજનિષ્ઠા કામ નિકાલ નો ઉત્સાહ નો સરવાળો થઇને જ વિભાગનુ મુલ્યાંકન થતુ હોય છે અને તેમા સફળતા પ્રગતિ એ અધિકારીઓની સફળ નિતીરીતી અને કામની યોગ્ય વહેંચણી દેખરેખ ફોલોઅપ એ બહુ હોય છે જેમા સ્ટાફની જહેમત હોય છેઆને એકંદર સારૂ ચિત્ર ઉપસે છે જે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ની આ શાખામા જોવા મળે છે તેમ તારણ નીકળ્યુ હોવાનુ અવલોકનકારો નો અભિપ્રાય છે

આમેય “આચાર: પરમો ધર્મ:” એ JMC નુ સ્લોગન છે મુળભૂત સુત્ર છે

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત એડવાન્સ વાર્ષિક મિલ્કત વેરા તથા વોટરચાર્જની રકમ ભરપાઇ કરનાર મિલકતધારકો માટે રીબેટ યોજના જાહેર થઇ હતી અ યોજના અન્વયે એડવાન્સ વેરા વળતરનો લાભ લીધેલ મિલ્કતધારકોને ૧૦ થી ૧૫% સુધીનું રીબેટ આપવામાં આવેલ છે

આ યોજના અંતર્ગત તા.૧૦/૦૭/૨૦૨૩ થી તા.૩૧/૦૮/૨૦૧૩ સુધી કુલ- ૬૧૪૪૦ આસામીઓએ એડવાન્સ વેરા વળતર યોજનાનો લાભ મેળવેલ છે, જેમાં મિલ્કત વેરા પેટે રૂા, ૨૪,૯૪૮- કરોડ અને વોટરચાર્જ પેટે રૂા. ૩,૬૫ /-કરોડ પ્રાપ્ત થયેલ છે અને રૂા.૨.૭૩/- કરોડનું રીબેટ આપવામાં આવેલ છે. આ યોજના અન્વયે મિલ્કત વેરામાં ૪૧૧૭૬ લાભાર્થીઓએ રૂા.૨,૨૩ કરોડ તથા વોટરચાર્જમાં ૨૦૨૬૪ લાભાર્થીઓએ રૂ।. ૪૦,૬૦ લાખનું રીબેટ મેળવેલ છે તથા

પુનઃ રીબેટ યોજના અંતર્ગત તા.૦૧/૧૦/૨૦૨૩ થી તા.૩૦/૧૦/૨૦૨૩ સુધી કુલ- ૯૦૭૩ આસામીઓએ એડવાન્સ વેરા વળતર યોજનાનો લાભ મેળવેલ છે, જેમાં મિલ્કત વેરા પેટે રૂા. ૬,૬૮/- કરોડ અને વોટરચાર્જ પેટે રૂા.૭૦,૮૩/-લાખ પ્રાપ્ત થયેલ છે અને રૂ. ૪૫,૦૧/- લાખનું રીબેટ આપવામાં આવેલ છે. આ રીબેટ યોજના અન્વયે મિલ્કત વેરામાં ૬૮૫૦ લાભાર્થીઓએ રૂ।. ૪૧.૦૩ લાખ તથા વોટરચાર્જમાં ૨૨૨૩ લાભાર્થીઓએ રૂ।. ૩.૯૯ લાખનું રીબેટ મેળવેલ છે

આમ, બન્ને યોજના અંતર્ગત કુલ- ૭૦૫૧૩ આસામીઓએ એડવાન્સ વેરા વળતર યોજનાનો લાભ મેળવેલ છે, જેમાં મિલ્કત વેરા પેટે રૂા, ૩૧.૬૨૮૦ કરોડ અને વોટરચાર્જ પેટે રૂા. ૪.૩૬૮-કરોડ પ્રાપ્ત થયેલ છે અને રૂ.૩.૦૮/- કરોડનું રીબેટ આપવામાં આવેલ છે.

જામનગર મહાનગરપાલિકા ધ્વારા ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન તા.૦૧/૦૪/૨૦૨૩ થી ૩૧/૧૦/૨૦૨૩ સુધીમાં ૯૪૫૯૮ મિલકતધારકો દ્વારા રૂા.૫૪.૩૮/- કરોડ ભરપાઈ કરેલ, જેમાં રકમ રૂ।. ૧૦,૧૮/- કરોડનું ડિસ્કાઉન્ટ (રીબેટ અને વ્યાજ માફી) આપવામાં આવેલ.

મહાનગરપાલિકા ધ્વારા ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન તા.૩૧/૩/૨૦૦૬ સુધીની રેન્ટબેઇઝ પધ્ધતિ મુજબની બાકી રોકાતી મિલ્કતવેરા / વોટરચાર્જ ની રકમ ઉપર ૧૦૦% વ્યાજ માફી તેમજ તા.૧/૪/૨૦૦૬થી કારપેટબેઇઝ પધ્ધતિ મુજબની બાકી રોકાતી મિલ્કત વેરા / વોટરચાર્જની રકમ ઉપર ૫૦% વ્યાજ રાહત યોજના ચાલુ છે. આપનો વેરો સમયસર ભરપાઇ કરી, વ્યાજનાં ભારણથી બચવા અને શહેરનાં વિકાસકાર્યોમાં સહભાગી થવા કોર્પોરેશન દ્વારા અનુરોઘ કરવામાં આવ્યો છે

કમીશનર સાયબના માર્ગદર્શન હેઠળ દરેક સ્ટાફની જહેમતના કારણે તેમજ નગરજનોના ઉમળકાભેર ના સહયોગના કારણે રીબેટ યોજના મા અમે સફળતા મેળવી શક્યા છીએ તેમ આસીસ્ટન્ટ કમી.ટેક્સ જીજ્ઞેસ નિર્મલ એ જણાવ્યુ છે ટેક્સ ઓફીસર વિજય ભાંભોર એ જણાવ્યુ હતુ કે અમોને સ્ટાફ માટે સુવિધા માટે ઝડપી કામગીરી માટે અને કરદાતાઓ સાથેના વધુ સુચારૂ વ્યવહાર માટે આસી.કમી. શ્રીનિર્મલ સાયબ અને કમીશનર શ્રીમોદી સાયબનુ વખતોવખત મોટીવેશન મળતુ રહે છે જેથી અમારા આંતરીક સુઝકાને ફરજ ને સેવા તરીકે બજાવીએ તે માટેનુ બુસ્ટ મળે છે

@__________________

BGBhogayata

gov.accre.Journalist

jmr

8758659878

[wptube id="1252022"]
Back to top button