ARAVALLIBHILODAGUJARAT

અરવલ્લી : ઘર મંજુર તો થાય છે પણ ઘરના હપ્તા પાસ કરાવવા માટે 5 હજાર રૂપિયા લેવાતા હોવાના આક્ષેપો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ઘર મંજુર તો થાય છે પણ ઘરના હપ્તા પાસ કરાવવા માટે 5 હજાર રૂપિયા લેવાતા હોવાના આક્ષેપો

અરવલ્લી જિલ્લામાં હાલ ભ્રષ્ટાચાર જાણે ભૂલવાનું નામ ના લેતો હોય તેવી રીતે હવે આવાસોમાં પણ ઘર બનાવવા માટે હપ્તા પાસ કરાવવા માટે અરજદારો પાસે એક હપ્પા દીઠ 5 હજાર રૂપિયા લેવાતા હોવાના આક્ષેપો થઇ રહ્યાં છે જેમાં એક અરજદારે પોતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પોતાનું ઘર મંજુર કરાવ્યું હતું જેમાં અરજદારનું ઘર મંજુર થઇ જતા કામકાજ શરુ કરાયું હતું જેમાં આવસ રૂપે કુલ 1લાખ 20 હજાર ની સહાય મળે છે જેમાં પહેલા હપ્તા રૂપી અરજદાર ને 30 હજાર રૂપિયા મળ્યા હતા અને કામ કાજ હાથ ધરવામાં આવ્યું હતું હાલ અરજદારે બીજા હપ્તા માટે કામ કાજ પૂર્ણ કરી દીધેલ છે અને હપ્તા માટે જે તે ડોક્યુમેન્ટ પણ જમા કરાવ્યા છે છતાં છેલ્લા 6 મહિનાથી અરજદારને મકાન નો બીજો હપ્તો ખાતામાં પડ્યો નથી અને અરજદારે મકાનનું કામ હાલ પૂર્ણતાને આરે લાવી દીધું છે પણ હજુ બીજો હપ્તો પણ પડ્યો નથી અને જે કામ પૂર્ણ થયાં ના આરે છે પણ આવાસના રૂપિયા સમયસર મળતા નથી.

આવાસ ની સહાય મેળવેલ વ્યક્તિ પાસેથી માહિતી પ્રાપ્ત થતા જણાવ્યું હતું અમારા વિસ્તારમાં 5 થી 6 લોકોના બીજા હપ્તા પડી ગયા છે અને એ લોકો પાસે હપ્તા પાસ કરાવવા માટે 5 હજાર લીધા છે તેવા હાલ આક્ષેપ થઇ રહ્યાં છે જેમાં આ ઘટના ભિલોડા તાલુકાના એક ગામની છે જ્યાં અરજદારો ને ઘરના હપ્તા માટે રૂપિયા આપવામાં આવી રહ્યાં છે અને હપ્તા પાસ કરવામાં આવે છે જેમાં જેમાં જેને 5 હજાર આપ્યા છે તે લોકોનો બીજો હપ્તો પડી ગયો છે અને જે ને નથી આપ્યા એનો બીજો હપ્તો નથી પડ્યો ત્યારે શું આમ જનતા ને પણ સરકારી આવાસ મજુર થતા હપ્તા પાસ કરાવવા માટે લાંચ આપવી પડે છે હવે આ બાબતે જો યોગ્ય તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણી બહાર આવી શકે છે

[wptube id="1252022"]
Back to top button