DANGGUJARAT

Dang: આહવાની સરકારી વિજ્ઞાન કોલેજમા જાતીય સતામણી અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સરકારી વિજ્ઞાન કોલેજ, આહવા ખાતે તાજેતરમાં “Sexual Harassment at Workplace Prevention Week” ની ઉજવણી અંતર્ગત એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો ગયો.

આ કાર્યક્રમમા આહવા પોલીસની “સી ટીમ” ના કાઉન્સેલર શ્રીમતી વૈશાલીબેન દ્વારા પોલીસની મદદ, તથા હેલ્પલાઇન નંબરની વિગતવાર સમજુતી આપવામા આવી હતી. સાથે ૧૮૧ ના ફિલ્ડ ઓફિસર શ્રીમતી દિપિકાબેન દ્વારા વિધાર્થીનીઓએ પોતાની કામગીરીના સ્થળ ઉપરાંત પોતાના સ્વબચાવ માટે ૧૮૧ હેલ્પલાઇન નો સંપર્ક કઇ રીતે કરવો તેની ઉપયોગી માહિતી આપી વિદ્યાર્થીનીઓને જાગૃત કર્યા હતા.

મહિલા સહાયતા કેન્દ્વના સંગીતાબેન, સખી વનસ્ટોપ સેન્ટરના કાઉન્સેલર સંગીતાબેન, મહિલા અને બાળ વિકાસ કચેરી, આહવાના પિયુષભાઇ દ્વારા વિવિધ યોજનાકીય માહિતી અને કામકાજના સ્થળોએ મહિલાઓની જાતિય સતામણી, તેના અટકાયતિ પગલાં, પ્રતિબંધ અને નિવારણ માટે વિદ્યાર્થીનીઓને જાણકારી પુરી પાડવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનુ આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ. એ.જી.ધારિયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમનું સંચાલન WDC કોર્ડિનેટરો શ્રીમતી અમી પટેલ અને શ્રીમતી પ્રિયંકા રાણા દ્વારા કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button