NANDODNARMADA

નાંદોદ ખાતે પોષણ પખવાડિયા અંતર્ગત “સ્વસ્થ બાળક-બાલિકા સ્પર્ધા” યોજાઈ

નાંદોદ ખાતે પોષણ પખવાડિયા અંતર્ગત “સ્વસ્થ બાળક-બાલિકા સ્પર્ધા” યોજાઈ

સ્પર્ધામાં યોગ્ય ઉંચાઈ અને વજનની દ્રષ્ટિએ પ્રથમ ત્રણ બાળકોને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લામાં જી-૨૦ થીમ આધારિત પોષણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત નાંદોદ ઘટકના આંગણવાડી કેન્દ્ર ખાતે નાંદોદ કારોબારી અધ્યક્ષ અશ્વિનીબેન વસાવાની અધ્યક્ષતામાં “સ્વસ્થ બાળક-બાલિકા સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું હતું.

અશ્વિનીબેન વસાવાએ આ પ્રસંગે જણાવ્યું કે, કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા બાળકોના પોષણસ્તરને સુધારવા માટે સરાહનીય કામગીરી થઈ રહી છે. જેમાં આંગણવાડી કાર્યકરો સહિત માતા-પિતાની ભુમિકા પણ અતિમહત્વપૂર્ણ છે. આ વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે ત્યારે હલકા ધાન્યને આહારમાં ઉપયોગ કરવા અંગે સમજણ પુરી પાડી હતી.

આજરોજ યોજાયેલી સ્પર્ધામાં યોગ્ય ઉંચાઈ અને વજનની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે પ્રતાપનગર-૧ આંગણવાડી કેન્દ્રમાંથી તનિષા વસાવા અને તરોપા-૨ આંગણવાડી કેન્દ્રમાંથી યશકુમાર વસાવા, બીજા ક્રમે વાવડી આંગણવાડી કેન્દ્રમાંથી ધ્યાનકુમાર તેમજ માંગરોળ આંગણવાડી કેન્દ્રમાંથી અક્ષરકુમાર અંબાચિયાએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જે બાદ ત્રણેય બાળકોને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત અન્ય બાળકોને પણ શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરી સૌ વાલીઓને બાળકોના પોષણ અંગે વિશેષ ભાર આપવા જાગૃત કરવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button