GUJARAT

નસવાડી તાલુકાના પીપલાજ ગામના ગ્રામજનોએ સ્મશાનમાં જવાનો રસ્તો બંધ થઈ જતાં રસ્તો આપો રસ્તો આપના સૂત્રોચાર કરી મામલતદારને આવેદનપત્ર આપ્યુ.

 

મુકેશ પરમાર નસવાડી 

પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકામાં પીપલાજ ગામ આવેલું છે.નસવાડી થી નજીકમાં આ ગામ આવેલું છે.અને આદિવાસી સમાજની વસ્તી આવેલી છે. જ્યારે આદીવાસી સમાજમાં કોઈ મુત્યુ થાય છે ત્યારે કંડવા ગામ નજીક સીમમાં મૃતદેહને અંતિમ કિયા માટે લઈ જવામાં આવે છે અને અંતિમ ક્રિયા વર્ષોથી ત્યાં થાય છે જયારે ગાળા ચીલો રસ્તો ખેતરોમાંથી પસાર થાય છે. આ રસ્તો વર્ષોથી આદિવાસી સમાજના લોકો અંતિમક્રિયા જવા ઉપયોગ કરે છે.જ્યારે જે ખેતરોમાંથી રસ્તો પસાર થાય છે તે જમીન એક ખેડૂતએ વેચાણ આપી દીધી છે.જમીન વેચાણ લેનાર દ્રારા ખેતરની ચારે બાજુ ફેંસિંગ કરી દેવાતા હાલ આ રસ્તો બંધ થઈ ગયો છે.ગ્રામજનોએ આ રસ્તો ચાલુ કરાવા માટે કંડવા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટીને ગ્રામસભામાં વારંવાર રજૂઆત કરી હતી પરંતુ તેનો નિકાલ આવ્યો ન હોવાના કારણે પીપલાજ ગામના ગ્રામજનો  ભેગા થયા હતા અને નસવાડી તાલુકા સેવાસદન પહોંચ્યા હતા અને રસ્તો આપો,, રસ્તો આપો ના સૂત્રોચાર કરીને  મામલતદારને રસ્તો ફરીથી ચાલુ કરાવવા માટે આવેદનપત્ર આપ્યું હતું.  

[wptube id="1252022"]
Back to top button